બિગબોસ-2ના વિનર એલ્વિશ યાદવને મંદિરમાં લોકોએ ઘેરી લીધો, જુઓ પછી શું થયું

PC: twitter.com

બિગ બોસ OTT સીઝન 2 ના વિજેતા અને જાણીતા યુટયુબર એલ્વિશ યાદવ સાથે મોટો કાંડ થતા થતા રહી ગયો. તાજેતરમાં જ યુટ્યુબર તેના મિત્ર રાઘવ શર્મા સાથે વૈષ્ણો દેવી મંદિરની મુલાકાતે ગયો હતો. જો કે, પછી તેની સાથે કંઈક એવું બન્યું જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. એલ્વિશનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જાણીતા યુટ્યુબર એલ્વિશ યાદવ સાથે એક ખરાબ ઘટના બની છે. બિગ બોસ OTT સીઝન 2 ના વિજેતા એલ્વિશ યાદવ તાજેતરમાં જ તેના મિત્ર રાઘવ શર્મા સાથે જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણો દેવી મંદિર ગયો હતો. આ દરમિયાન ટોળાએ તેને ઘેરી લીધો હતો અને લોકોની સાથે અથડામણ થઇ ગઇ હતી.

જમ્મુ-કાશ્મીરના કટરામાં માતા વૈષ્ણો દેવીનું મંદિર આવેલું છે.એલ્વિશ યાદવ અને રાઘવ શર્માને કટરામાં ટોળાએ ઘેરી લીધા હતા. એક વ્યક્તિએ રાઘવ શર્માનો કોલર પકડી લીધો અને બંને વચ્ચે ઘર્ષણ થયું હતું. એલ્વિશને પણ માર પડે તેવી સ્થિતિ હતી, પરંતુ એલ્વિશ ત્યાંથી સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યો હતો.

એલ્વિશ યાદવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ રાઘવને ખેંચીને લઈ ગયો અને માર મારવા લાગે છે. દરમિયાન એલ્વિશ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. તે વ્યક્તિએ રાઘવનો કોલર પકડીને તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. એટલામાં ગાર્ડ આવ્યા અને રાઘવને લઈ ગયા હતા.

મીડિયા રિપોર્ટસમાં કહેવા મુજબ લોકો સાથેનો સંઘર્ષ એક સેલ્ફીને કારણે શરૂ થયો હતો. એક વ્યકિત એલ્વિશ અને રાઘવ સાથે ફોટો પડાવવા માંગતો હતો. એલ્વિશ અને રાઘવે એ વાતનો ઇન્કાર કર્યો તો એ વ્યક્તિએ સીધી મારપીટ શરૂ કરી દીધી હતી. જોત જોતમાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. એલ્વિશ અને રાઘવનો એ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

હજુ થોડા સમય પહેલાં જ જાણીતા યુટબર એલ્વિશ યાદવનું નામ સાપના ઝેરના એકમાં ઉછળ્યુ હતું. તેની પર આરોપ હતો કે રેવ પાર્ટી અને અન્ય પાર્ટીઓમાં એલ્વિશ સાપનું ઝેર પુરુ પાડવાનું કામ કરતો હતો અને તે ફાર્મ હાઉસ પર સાપની તસ્વીરો સાથે પણ જોવા મળ્યો હતો. તેની સામે FIR પણ થઇ હતી. જો કે એલ્વિશે આરોપોને નકાર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp