બહેને ભાઈની વધારી મુશ્કેલી! કોણ છે YS શર્મિલા, જેમના દમ પર કોંગ્રેસ કરશે ખેલ

PC: indianexpress.com

વર્ષ 2024 લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસ માટે ગુડ ન્યૂઝ આવ્યા છે. યુવજન શ્રમિક રાયથૂ તેલંગાણા પાર્ટી (YSRTP)ના સંસ્થાપક YS શર્મિલા ગુરુવારે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. YS શર્મિલાએ પોતાની YSR તેલંગાણા કોંગ્રેસ પાર્ટીના કોંગ્રેસમાં વિલયની જાહેરાત કરી અને કહ્યું કે, તેમને જે પણ જવાબદારી આપવામાં આવશે તેઓ તેને નિભાવશે. શર્મિલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગે અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં સામેલ થઈ. તો ચાલો જાણીએ કે YS શર્મિલાનું કોંગ્રેસમાં સામેલ થવું લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસ માટે કેવી રીતે ગુડ ન્યૂઝવાળી વાત છે.

કોંગ્રેસના વખાણ કરતાં YS શર્મિલાએ કહ્યું કે, આ દેશની સૌથી મોટી ધર્મનિરપેક્ષ પાર્ટી છે કેમ કે તે અડગ રૂપે સમુદાયોની સેવા કરે છે અને બધા વર્ગોના લોકોને એકજૂથ કરે છે. શર્મિલાએ મંગળવારે હૈદરાબાદમાં પોતાની પાર્ટીની બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ કહ્યું હતું કે તેઓ અને પાર્ટીના અન્ય નેતા કોંગ્રેસ અધ્યક્ષ ખરગે અને રાહુલ ગાંધી સહિત ઉચ્ચ નેતૃત્વ સાથે દિલ્હીમાં મળશે તેમજ એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરશે.

કોણ છે YS શર્મિલા?

YS શર્મિલા આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી YS ચંદ્રશેખર રેડ્ડીના પુત્રી અને આંધ્ર પ્રદેશના હાલના મુખ્યમંત્રી YS જગન મોહન રેડ્ડીના નાના બહેન છે. YS શર્મિલા પોતાના ભાઈ જગનથી 1 વર્ષના નાના છે ને તેઓ 51 વર્ષીય છે. YS શર્મિલાના લગ્ન અનિલ કુમાર સાથે થયા છે, જેઓ આંધ્ર પ્રદેશમાં પોતાના ધર્મના પ્રચાર માટે જાણીતા છે. અનિલ કુમારે YSRના મોત બાદ પોતાની પ્રચાર ગતિવિધિઓથી બ્રેક લઈ લીધો હતો અને વર્ષ 2010માં તેને ફરી શરૂ કર્યો. શર્મિલાના બે બાળકો છે. જેમના નામ રાજા રેડ્ડી અને અંજલિ રેડ્ડી છે. શર્મિલાના પોતાના ભાઈ જગન સાથે રાજનીતિક રૂપે સંબંધોમાં ખટાસ રહી છે. શર્મિલા પોતાના ભાઈ સાથે જ YSR કોંગ્રેસનો હિસ્સો હતા, પરંતુ જુલાઇ 2021માં તેમણે પોતાનો માર્ગ અલગ કરી લીધો હતો.

YS શર્મિલાએ કહ્યું કે, રાહુલ ગાંધીને વડાપ્રધાનના રૂપમાં જોવાનું તેમના પિતાનું સપનું હતું અને તેમને તેમાં યોગદાન આપીને ખુશી થશે. તેમને ખુશી છે કે તેઓ તેલંગાણામાં કોંગ્રેસની જીતનો હિસ્સો હતા. શર્મિલાએ હાલમાં જ વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને પોતાનું સમર્થન આપવાની જાહેરાત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે તેલંગાણા અને કર્ણાટકમાં મળેલી સફળતા બાદ કોંગ્રેસે આંધ્ર પ્રદેશમાં પોતાની સંપૂર્ણ તાકત લગાવી દીધી છે.

આ વિલયને એક રાજનીતિક રૂપે જોવામાં આવી રહ્યું છે. જેનું ઉદ્દેશ્ય તેલંગાણામાં કોંગ્રેસને મજબૂત કરવી અને આગામી રાજ્ય ચૂંટણીઓ દરમિયાન શર્મિલાએ સતત કોંગ્રેસ પાર્ટીને પોતાનું સમર્થન આપ્યું હતું. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી શર્મિલા પોતાના ભાઈ જગનને ઝટકો આપી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે શર્મિલા પાર્ટીમાં સામેલ થવાથી કોંગ્રેસને તેલંગામાં રાજનીતિક ફાયદો થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp