વેજની જગ્યાએ નોનવેજ ભોજનની ડિલિવરી કરવા બદલ Zomato અને McDonald પર આટલા રૂ. દંડ

PC: latestly.com

ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાની સુવિધા આપનાર મંચ Zomato અને રેસ્ટોરાં ભાગીદાર McDonaldને શાકાહારી ભોજનની જગ્યાએ માંસાહારી ભોજનની કથિત ખોટી ડિલિવરી માટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જોધપુર ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર રીડ્રેસલ ફોરમે બંને પર આ દંડ ફટકાર્યો છે. Zomatoએ શુક્રવારે શેર બજારને આપેલી જાણકારીમાં જણાવ્યું કે કંપની આદેશ વિરુદ્ધ અપીલ દાખલ કરશે. કોર્ટે કહ્યું કે, મૌદ્રિક દંડ અને કેસનો ખર્ચ Zomato અને McDonaldએ સંયુક્ત રૂપે ચૂકવવાનુ છે.

Zomatoએ કહ્યું કે, તે વકીલોની સલાહ પર આદેશ વિરુદ્ધ અપીલ દાખલ કરવાની પ્રક્રિયામાં છે. હાલનો કેસ શાકાહારી ભોજનની જગ્યાએ માંસાહારી ભોજનની કથિત રૂપે ખોટી ડિલિવરી સંબંધિત છે. Zomatoના જણાવ્યા મુજબ ગ્રાહકો અને કંપની વચ્ચે સંબંધો નક્કી કરનારી જે સેવા શરતો છે તેમાં સ્પષ્ટ છે કે તે (Zomato) માત્ર ભોજનના સામાનના વેચાણ માટે એક સુવિધા પ્રદાન કરનારું મંચ છે. સેવામાં કોઈ પણ કમી, ઓર્ડરની ખોટી ડિલિવરી અને ગુણવત્તા માટે રેસ્ટોરાં ભાગીદાર જવાબદાર છે.

કંપનીએ કહ્યું કે, આદેશ જવાબદારીમાં અંતરને સમજવામાં નિષ્ફળ અને કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ, 2019ના relevant provisions હેઠળ Zomato અને McDonald પર એક સંયુક્ત અને ઘણી Monetary penalty લગાવવામાં આવી, જેથી તેના પર અન્ય પ્રકારનો પ્રભાવ પડે છે. ઉલ્લેખનીય છે કે, એક ગ્રાહકે Zomatoથી ભોજન ઓર્ડર કર્યો હતો. ગ્રાહકે વેજ ભોજનનો ઓર્ડર કર્યો હતો. ઓર્ડર McDonaldથી કરવામાં આવ્યો હતો.

ભૂલથી રેસ્ટોરાં પાર્ટનરે ગ્રાહકને વેજની જગ્યાએ નોન વેજ ભોજન મોકલી દીધું હતું. આ બાબતને લઈને કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. જોધપુર ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર રીડ્રેસલ ફોરમ (2)એ કેસની સુનાવણી કરતા જાણ્યું કે કંપનીઓએ કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ 2019નું ઉલ્લંઘન કર્યું છે. તેના માટે બંને ઉપર કોર્ટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

   

ઉપભોક્તા કોર્ટે સાથે જ એમ પણ માન્યું કે કંપનીઓની કાયદાકીય કાર્યવાહીનો ખર્ચ પણ ઉઠાવવો પડશે. તેના માટે બંને કંપનીઓને 50 હજાર રૂપિયા ભરવા માટે કહેવામાં આવ્યું છે. આ પ્રકારે બંને કંપનીઓ ઉપર ખર્ચ અને દંડની રકમ મળીને 1 લાખ 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. કોર્ટે બંનેને બરાબર ચૂકવણી કરવા માટે કહ્યું છે. તેનો અર્થ થયો કે બંનેએ 52,500 રૂપિયા ભરવા પડશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp