ગાય-ભેંસની ખરીદી પર મળતી 42000ની સહાય વધારીને 60000 કરાશેઃ આદિજાતિ મંત્રી

PC: khabarchhe.com

આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષતામાં માંડવીની ખેતી પાક રૂપાંતર સહકારી મંડળી ખાતે આઇ.સી.ડી.એસ. અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ’સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત’ થીમ અંતર્ગત કુપોષણથી સુપોષિત બાળક તરફ, સિકલસેલ રોગ નિયંત્રણ, ટી.બી.મુક્ત ગ્રામ પંચાયત તેમજ આઈ.સી.ડી.એસની પુર્ણા યોજના અંતર્ગત કિશોરી મેળો તેમજ આશા અને આંગણવાડી કાર્યકર બહેનો માટે જનજાગૃત્તિ સંમેલન યોજાયું હતું.

તેમના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ આશા બહેનોનું સન્માન કરાયું હતું. ટી.બી.ના દર્દીઓને ન્યુટ્રિશન કીટ, સિકલસેલ સહાયના લાભાર્થીઓને સહાયના મંજૂરીપત્ર, માંડવી ઘટકના 336 કુપોષિત બાળકોને પોષણ કીટ, માંડવી ગ્રામ્ય વિસ્તારની આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, માંડવીનું જૂનું સર્કિટ હાઉસ વર્ષો પહેલા નિર્માણ પામ્યું હોવાથી વર્તમાન જરૂરિયાતને અનુલક્ષીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવું વિશ્રામ ગૃહ બનાવાશે. જેનાથી જનપ્રતિનિધિઓ, અગ્રણીઓ અને અધિકારીઓને રોકાણ માટેની બહેતર સુવિધાઓ મળી રહેશે.  વધુમાં મંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારના સતત પ્રયાસોથી પ્રાથમિક સુવિધાઓ ગ્રામ્ય અંતરિયાળ વિસ્તારોમાં પહોંચતી થઈ છે. આદિજાતિ નાગરિકોના ઉત્થાન સહિત સ્થાનિક વિસ્તારમાં રાજ્ય સરકારે શ્રેણીબદ્ધ વિકાસકામોની ભેટ ધરી છે, જેના કારણે લોકસુવિધાઓમાં વધારો થયો છે.

https://khabarchhe.com/uploads/mc_path/169729211715.jpg

આ વેળાએ આશા અને આંગણવાડી બહેનોએ સિકલસેલ એનિમિયા, રાજ્ય સરકારની આઇ.સી.ડી.એસ. વિભાગની યોજનાઓ વિશે રસપ્રદ નાટક રજૂ કર્યું હતું. અહીં મહિલાઓએ બનાવેલી વિવિધ વાનગીઓનું નિદર્શન કરાયું હતું. ઉપરાંત, બહેનોને રોજિંદા આહારમાં લેવાતી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવવા અંગે માર્ગદર્શન અપાયું હતું.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ અને વિધાનસભામાં 33 ટકા મહિલા અનામત બિલ સર્વાનુમતે પસાર કરાવી મહિલાઓને સશક્ત કરવાની આગવી પહેલ કરી છે. રાજ્ય સરકારે આશા વર્કર બહેનોના વેતનમાં રૂ.2500 નો વધારો કર્યો છે. અગાઉ જિલ્લા પંચાયતમાંથી સિકલસેલના દર્દીઓને રૂ.40 હજારની સહાય મળતી હતી, જેમાં વધારો કરીને આ સહાય રૂ.5 લાખ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp