PM મોદી જે વડનગરની શાળામાં ભણ્યા હતા, ત્યાં દેશભરના વિદ્યાર્થીઓ પાઠ ભણશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા વડનગરની જે પ્રાથમિક શાળામાં ભણ્યા હતા તે શાળામાં હવે દેશભરના વિદ્યાર્થીઓ ભણવા આવવાના છે. આ શાળાને હેરિટેડ સ્કુલ તરીકે વિકસાવવામાં આવી છે. PM મોદી વડનગરની 136 વર્ષ જૂની શાળામાં ભણ્યા હતા.
પ્રધાનમંત્રી મોદી વિદ્યાર્થીઓના રોલ મોડલ છે અને વડનગરની 1818માં બનેલી શાળાને હવે રિનોવેટ કરીને નવી બનાવી દેવામાં આવી છે. આ શાળામાં દેશભરના વિદ્યાર્થીઓને સ્ટડી ટૂર કરાવવામાં આવશે. આખા વર્ષ દરમિયાન દરેક સપ્તાહમાં 10 વિદ્યાર્થીઓ અને 10 વિદ્યાર્થીનીઓ એમ 20 જણાનું ગ્રુપ બનશે અને તેઓ એક સપ્તાહ સુધી વડનગરની પ્રાથમિક શાળા-1માં શિક્ષણ મેળવશે અને વડનગરની પ્રાચીન વસ્તુઓ પણ જોવા જશે.
જો કે આ શાળાને હવે પ્રેરણા શાળા નામ આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે એક પોર્ટલ બનાવ્યું છે જેના પર જઇને રજિસ્ટ્રેશન કરાવી શકાશે. પોર્ટલનું નામ છે. prerana.education.gov.in · એક સપ્તાહમાં વિદ્યાર્થીઓને સ્વાભિમાન, વિનય, શોર્ય, સત્ય નિષ્ઠા, કરૂણા, સેવા જીવનના મૂલ્યા એવા અનેક પાઠ ભણાવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp