26th January selfie contest

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતને કોર્ટમાં પડકારાઈ

PC: twimg.com

ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતને કોર્ટમાં પડકારવામાં આવી છે. ચૂડાસમા ધોળકા બેઠક પરથી જીત્યા છે. ચૂડાસમાની જીતને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી છે.

વિધાનસભાની ચૂંટણીના પરિણામને મહિનો થવા જઈ રહ્યો છે પરંતુ ગુજરાત સરકરા અને સરકારના મંત્રીઓ સામે વિવાદ જરાય કેડો મૂકી રહ્યા નથી.

ધોળકા બેઠક પરથી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો ખૂબ જ નજીવી સરસાઈથી વિજય થયો છે. કોંગ્રેસનાં ઉમેદવાર અરિવંદ રાઠોડ માત્ર 327 વોટથી હાર્યા હતા. ચૂંટણીના પરિણામો જાહેર થવામાં વિલંબ થયો હતો. કારણ કે ચૂંટણી જંગ ખૂબ રસાકસીપૂર્ણ બન્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ રાઠોડને 71,203 વોટ મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને 71,530 વોટ મળ્યા હતા.

અરવિંદ રાઠોડે પરિણામમાં ઘાલમેલ થઈ હોવાથી ચૂંટણીના પરિણામો અંગેની દાદ અરજીમાં માગી છે. આવનાર દિવસોમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે.