26th January selfie contest

મોરબીમાં ફરાળી લોટની વાનગીઓ ખાઇને 25 લોકો પહોંચી ગયા હોસ્પિટલ

PC: gujaratijagran.com

શું તમને ફરાળના લોટમાંથી બનેલું ભોજન પસંદ છે? તેમાંથી બનેલી પૂરી, પકોડા અથવા તો પછી કટલેટ જેવા પકવાન બનાવીને વ્રતમાં ખાવામાં આવે છે પરંતુ, જો તમે એવુ કરી રહ્યા હો તો સંભાળીને રહેજો. વ્રતમાં ઉપવાસ દરમિયાન ફરાળી લોટમાંથી બનેલા પકવાન ખાવો તમને હોસ્પિટલ પણ પહોંચાડી શકે છે. આવો જ એક બનાવ ગુજરાતના મોરબી જિલ્લામાં આવ્યા છે. અહીં ઉપવાસના દિવસે ફરાળી લોટના પકવાન ખાઈને 25 લોકો બીમાર પડી ગયા. ઉલ્ટી-ચક્કરના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.

ગુજરાતના મોરબીમાં રામનવમીના દિવસે મોટી ઘટના સામે આવી છે. અહીં 25 લોકો ફૂડ પોઇઝનિંગનો શિકાર થઈ ગયા. બીમાર લોકોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જે લોકોની તબિયત ખરાબ થઈ તેમા બાળકો અને વૃદ્ધો પણ સામેલ છે. રામનવમીના દિવસે વ્રત-ઉપવાસ હોવાના કારણે લોકોએ ફરાળી લોટમાંથી બનેલા પકવાન ખાધા હતા. તેને ખાધા બાદ ઘણા લોકોમાં ઉલ્ટી અને ચક્કરના લક્ષણ દેખાવા માંડ્યા. સતત ઉલ્ટી થવાના કારણે ડિહાઇડ્રેશન થઈ ગયુ, જેના કારણે પાણીની ઉણપને પગલે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા.

વ્રત દરમિયાન અનાજ ખાઇ શકાતું નથી. એવામાં વ્રતના ભોજન માટે ફળાહારી ખાદ્ય પદાર્થોથી એવા વિકલ્પ શોધી લેવામાં આવ્યા છે, જેના ચૂરણનો લોટની જેમ પ્રયોગ કરી શકાય છે. વ્રતમાં લોકો સાબુદાણા, સામા ચોખા, ચોલાઈ અને સિંગોડા અથવા તેનો લોટ ખાય છે. આ ચારના બારીક પાઉડરને એકસાથે મિક્સ કરીને ફરાળી લોટ તૈયાર કરવામાં આવે છે. પહેલા લોકો ઘરોમાં જ વ્રતવાળા દિવસે શુદ્ધતા સાથે આ લોટ તૈયાર કરી લેતા હતા. હવે બજારમાં પણ ફરાળી લોટ સરળતાથી ઉપલબ્ધ છે.

ફરાળી લોટની સાથે સમસ્યા એ છે કે, આ લોટને બહારની હવા લાગે તો તે જલ્દી ખરાબ થઈ જાય છે. તેને વધુ દિવસો સુધી સ્ટોર કરીને રાખી ના શકાય. આવુ જ સિંગોડાના લોટ સાથે પણ છે. તેને પણ હવાના સંપર્કમાં વધુ દિવસ સુધી રાખી ના શકાય. જ્યારે બજારમાંથી લોટ લેવામાં આવે તો તે ઘણા દિવસ પહેલાનો પણ બનાવેલો હોઇ શકે છે. એવામાં આ લોટનું સેવન સ્વાસ્થ્ય માટે ખરાબ સાબિત થઈ શકે છે. ફરાળી લોટ ઘણા દિવસ સુધી રાખી મુકવામાં આવે તો તેમા કીડા પણ પડી જાય છે. આ સાથે જ તેનો સ્વાદ પણ ખરાબ થવા માંડે છે.

જો તમે બજારમાંથી ફરાળી લોટ લીધો હોય તો પહેલા તપાસી લો કે ક્યાંક તેનો સ્વાદ તો નથી બદલાયો ને. ફરાળી લોટ ખાવા કરતા સાબુદાણા, સામા ચોખા, ચોલાઈ અને આખા સિંગોડા લઈ આવો, તેને તાપમાં તપાવીને ઘરમાં જ તેનો લોટ તૈયાર કરી લો. જેટલા લોટની જરૂર હોય એટલો જ લોટ બનાવો. બચેલો ફરાળી લોટ ફ્રીઝમાં રાખવા પર પણ 20 દિવસ બાદ ખરાબ થવા માંડે છે.

ખરાબ ફરાળી લોટ ડાયરેક્ટ પાચનતંત્ર પર અસર કરે છે. એક એલર્જિક ઇફેક્ટ આપવાનું શરૂ કરે છે, જેના કારણે પેટમાં દુઃખાવા જેવી સમસ્યા થઈ શકે છે. ગભરાટ, બેચેની, ચક્કર અને ઉલ્ટી થવાનું શરૂ થઈ જાય છે. આ સાથે જ તેનો પ્રભાવ મતિભ્રમ પણ પેદા કરી શકે છે. ફરાળી લોટ ખાધા બાદ આવી કોઈ સમસ્યા થાય તો પોતાને હાઈડ્રેટ રાખો અને જલ્દી ડૉક્ટરનો સંપર્ક કરો. ફૂડ પોઇઝનિંગ ખતરનાક સાબિત થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp