શંકર ચૌધરીના કરતૂતથી ગેનીબેનની જીત

PC: twitter.com

(Dilip Patel)

બનાસકાંઠાના ભાજપના મજબૂત નેતાઓનું રાજકારણ પૂરું કરનારા ભાજપના શંકર ચૌધરીનું રાજકારણ પૂરું કરવા, બનાસ ડેરી અને બનાસ બેંકમાંથી તેમનું પ્રભુત્વ ખતમ કરવાની આ ચૂંટણી હતી. ડો. રેખા ચૌધરી તો શંકર ચૌધરીનું મહોરું હતા. ગેનીબેનની જીત કે રેખાબેનની હાર નથી. પણ શંકર ચૌધરીની હાર છે. ભાજપને હરાવવા માટે ભાજપના જ લોકો વિરોધમાં હતા. કારણ કે, રેખાબેનને ઉમેદવાર બનાવવા માટે શંકર ચૌધરીનો દુરાગ્રહ હતો. રેખાબેન ઉમેદવાર હતા, પણ શંકર ચૌધરી ચૂંટણી લડતા હતા. 

અમારી ભૂલ - પાટીલ

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જાહેરમાં કહ્યું કે તમામ બેઠકો જીતવાની હતી. બનાસકાંઠામાં અમારી મહેનત ઓછી પડી. મતદાતા ભાઈ-બહેનોની અમારા પ્રત્યે નારાજગી છે. તેમજ જાણ્યે-અજાણ્યે અમારાથી કોઈ ભૂલો થઈ હશે. બનાસકાંઠાની બેઠક 31 હજાર મતે ગુમાવી છે. જેનો અમને અફસોસ પણ છે. હવે અમે અમારી ભૂલોને શોધીને તેને સુધારવાનો પ્રયાસ ચોક્કસ કરીશું. આમ પાટીલ ભૂલ શોધી રહ્યાં છે તે બનાસકાંઠાની હારની 50 ભૂલો આ રહી. 

શંકર ચૌધરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ વટાવીને કાયમ બચી જાય છે. પણ આ વખતે બચી શકે તેમ નથી.  અમિત શાહ પણ શંકર ચૌધરીથી નારાજ છે. માત્ર શાહ જ નહીં બનાસકાંઠાના ભાજપના બે ડઝન મોટા નેતાઓ નારાજ છે. કારણ કે, ઉત્તર ગુજરાતના ભાજપના નેતા શંકર ચૌધરીએ કોઈને નડવાનું બાકી નથી રાખ્યું અને શંકરને કોઈએ નડવાનું બાકી ન રાખ્યું.

ચૌધરી સમાજના ઘણાં લોકો તેમનાથી નારાજ છે.  ચૌધરી સમાજના અનેક  નેતાઓને કાપી કાઢ્યા છે. શંકર ચૌધરીએ પોતાના સમાજને નેતાઓને તો ખતમ કર્યા, પણ બીજા સમાજના નેતાઓને આગળ આવવા ન દીધા. એક હથ્થુ સામ્રાજ્ય ઉભું કરવામાં આવ્યું હતું. તેમાંથી મોટા ભાગના આ વખતે તેમની સામે હતા.

 કોંગ્રેસના સાંસદ  ગેનીબેનની જીત સામે ભાજપના ઉમેદવાર ડો. રેખા બેનની હાર થઈ છે. રેખાબેનની હાર કરતાં તો એવું કહેવું વધારે ઉચિત છે કે શંકર ચૌધરીની હારની હાર થઈ છે.ગુજરાત ભાજપ માટે ચોંકાવનારું પરિણામ બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત છે. ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને 31923 થી હરાવ્યા છે. ગુજરાતમાં ભાજપની હેટ્રીકનું સપનું રોળાયું છે. પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, અમારી હટ્રિક અટકી છે. તે વાતનો અફસોસ છે. 

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામે સૌ કોઈને ચોંકાવી દીધા. બનાસકાંઠાથી કોંગ્રેસના  ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત સાથે જ ભાજપનું સતત 3 ટર્મ ગુજરાતમાં ક્લિન સ્વીપ કરવાનું સપનું રોળાઈ ગયું. જોકે ગેની બેનની આ જીતમાં બનાસકાંઠાની સાત વિધાનસભા બેઠકો પર મતદાન ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી માટે ચોંકાવનારું રહ્યું છે.

રાજ્યની 25 પૈકી 4 બેઠકો પર જ વિજયી માર્જિન પાંચ લાખ કરતા વધુ મતોનો હાંસલ થયો છે. જ્યારે પાટણ બેઠક પર વિજયી માર્જિન ઓછું રહ્યું છે.ભાજપના નેતા પરબતના પુત્ર શૈલેશ પટેલને બેંકના ચેરમેન બનાવવાના હતા. તે ન બનાવ્યા, દાંતીવાડાના એક ચૌધરીને અધ્યક્ષ બનાવ્યા હતા. તે કઈ રીતે ભૂલાય.અણદા પટેલને બેંકના ચેરમેન પદેથી ઉઠાવી દીધા, શંકર ચૌધરી પોતે અધ્ય બની ગયા હતા. તે કોણ ભૂલે. હરજીવન પટેલ સરળ સ્વભાવ છે પણ તેઓ અન્યાય સામે મૌન રહી શકે નહીં. 

શંકર ચૌધરીએ પોતાનું જ વર્ચસ્વ ઊભું કરવા તેના જ સમાજને નેતાઓને ખતમ કર્યા પણ દિયોદરના અપક્ષ ધારાસભ્ય ભૂરીયા ચૌધરી નિષ્ઠાપૂર્વક ગેનીબેનનું કામ કર્યું હતું. કોંગ્રેસના નેતા અને આર એસ એસના કાર્યકર ભેમાભાઈ ચૌધરીએ શોધેલા શંકર ચૌધરીના કૌભાંડો ઘણાં લોકોએ ગેનીબેનને આપ્યા હતા. ગેનીબેને તેનો ભરપુર લાભ ચૂંટણી પ્રચારમાં લીધો હતો.

કાંતિ ખરાડી કે કોંગ્રેસના ધારાસભ્ય છે તેને સાચવી લેવા ભાજપે ભરપુર પ્રયાસો કર્યા હતા. કોંગ્રેસના ઘણાં નેતાઓને ફોડી કાઢ્યા હતા. છતાં જીત તો ગેનીબેન સાથેની પ્રજાની થઈ છે. ગુલાબસિંહની મદદ ગેનીને મળી હતી.

લોકસભાનું પરિણામ આવી ગયા બાદ હવે શંકર ચૌધરીને બનાસ ડેરીમાંથી દૂર કરવા માટે તેના જ પક્ષના નેતાઓ ભેગા થઈ રહ્યાં છે. તેમણે ડેરીમાં જે કૌભાંડો કર્યા હતા અને ભેમાભાઈ ચૌધરીએ જે પત્ર લખ્યો હતો તેની તપાસ શરૂ કરવાની માંગણી કરવાના છે. (ક્રમશઃ)

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp