26th January selfie contest

ગાંધીનગરમાં કલાસ વન અધિકારી પાસે પતિ અપ્રાકૃતિક સેક્સની માંગણી કરતો અને સસરા...

PC: unsplash.com

લગ્ન જીવનમાં પરિણીતાને સાસરિયાઓ ત્રાસ આપતા હોવાની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના ગાંધીનગરમાં સામે આવી છે કે, જ્યાં કોઈ સામાન્ય મહિલા નહીં પરંતુ કૃષિ ભવનના ક્લાસ વન મહિલા અધિકારીએ તેના પતિ અને સસરા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા અધિકારીએ તેમની ફરિયાદમાં જણાવ્યું છે કે, પતિ નાની-નાની વાતને લઈને ઝઘડા કરતો હતો અને તે અપ્રાકૃતિક સેક્સ માટે દબાણ કરતો હતો. તો બીજી તરફ પતિ-પત્નીનું સમાધાન કરવા આવેલા સસરાએ પણ તેની સાથે છેડતી કરી હતી. સસરાએ પુત્રવધૂને એક ચિઠ્ઠી લખી હતી. તો બીજી તરફ પતિ પણ સસરા ની ઈચ્છા પૂર્ણ કરવા માટે પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આ સમગ્ર મામલે પોલીસે મહિલા ક્લાસ વન અધિકારીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર ગાંધીનગરના કૃષિ ભવનમાં ફરજ બજાવતા ક્લાસ વન મહિલા અધિકારીનેના લગ્ન 14 જુલાઈ 2003ના રોજ ગાંધીનગરનાં સેકટર-14માં રહેતા પંચાલ પરિવારના જયેશ નામના યુવકની સાથે થયા હતા. જોકે આ મહિલા અધિકારીએ તેમના પરિવારના સભ્યોની મરજી વિરુદ્ધ જયેશ પંચાલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

લગ્ન બાદ વર્ષ 2008માં મહિલા અધિકારીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. ત્યારે જયેશ પત્ની પર આડા સંબંધોની શંકાએ રાખીને મહિલા અધિકારી પર ત્રાસ ગુજારતો હતો. તો બીજી તરફ મહિલા અધિકારીના સાસુ-સસરા પણ જયેશ પંચાલને ચડામણી કરતા હતા. તેથી તે સાસરિયાઓની વાતમાં આવીને મહિલા અધિકારીને વધારે ત્રાસ આપવા લાગ્યો હતો. તો બીજી તરફ મહિલા અધિકારીનો પગાર પણ તેનો પતિ લઇ લેતો હતો અને ઘરની જવાબદારી મહિલા અધિકારી પર નાખી દેવામાં આવી હતી.

ક્યારેક એવું પણ સામે આવતું હતું કે, મહિલા અધિકારીને તેના સંતાનોની હાજરીમાં જ માર મારવામાં આવતો હતો. લગ્ન જીવન તૂટે નહીં એટલા માટે મહિલા અધિકારી આ બધા ત્રાસ સહન કરતી હતી. વર્ષ 2010માં સાસુ-સસરા મહિલા અધિકારીની સાથે રહેવા આવી ગયા. જો કે આ સમય દરમિયાન મહિલા અને તેના પતિ જયેશ પંચાલને અવાર નવાર ઝઘડો થતો હોવાના કારણે પાંચ મહિનાના નાના એવા સમયમાં જ સાસરીયા ફરીથી બાયડ જતા રહ્યા. તો બીજી તરફ પુત્રવધૂ અને દીકરાના ઝગડાનું સમાધાન કરાવવા માટે સસરા મણી પંચાલ દીકરાની સાથે જ રહેતા હતા. મણી પંચાલ જ દીકરાની સાથે રહેતા હતા ત્યારે ઘરમાં એકલી રહેલી મહિલા અધિકારી પર અસરાની નજર ખરાબ થઈ અને તેઓ મહિલા અધિકારીની છેડતી કરતા હતા.

સસરા પુત્રવધૂ પર એટલા બધા મોહિત થઈ ગયા હતા કે, તેને પુત્રવધૂને એટલે કે મહિલા અધિકારીને એક ચિઠ્ઠી પણ લખી દીધી અને કહ્યું કે, આ ચિઠ્ઠી તેઓ જાય પછી વાંચજો અને ત્યારબાદ ફાડી નાખજો. સસરાએ આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાની જાણ મહિલા અધિકારીએ જયેશ પંચાલને કરી પરંતુ જયેશ પંચાલે તેના પિતાનો પક્ષ લઇને કહ્યું કે, પિતા જેવું કહેવું તારે કરવાનું નહીં તો તારા પુત્રને મારી નાખીશ.

તો બીજી તરફ જયેશ પંચાલ મહિલા અધિકારી સાથે આ પ્રાકૃતિક સેક્સની માગણી કરતો હતો. મહિલા અધિકારી જો ના પાડે તો તે બહાર પૈસા ખર્ચીને પણ મનોવિકૃત હવસ સંતોષતો હતો. જયેશનો આ પ્રકારનો શારીરિક અને માનસિક ત્રાસ વધતો હોવાને કારણે અંતે મહિલા અધિકારી અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો અને ત્યારબાદ મહિલા પોલીસ મથકમાં સાસરિયાઓ વિરોધ ગુનો નોંધાવ્યો હતો. સાસરિયાઓના ત્રાસના પુરાવારૂપે સસરાએ જે ચિઠ્ઠી મહિલા અધિકારીને લખી હતી તે પોલીસને આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp