વિધાનસભાની અંદર એક સેકન્ડ પણ મને બોલવા દેવામાં આવતો નથી: જિગ્નેશ મેવાણી

PC: livemint.com

હાલ ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રચાલી રહ્યું છે, ત્યારે તમામ નેતાઓને પોતાના સવાલ સરકારને પૂછે અને સરકાર દ્વારા નેતાના સવાલનો જવાબ આપવામાં આવે છે. ત્યારે અપક્ષના ધારાસભ્યએ સરકાર પર એવા આક્ષેપો કર્યા છે કે, ગેરબંધારણીય તેમના અભિગમના કારણે મને બોલવા દેવામાં આવતો નથી.

અપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગૃહની અંદર અપક્ષ તરીકે મારો સમય હોય છે. એક પણ મુદ્દા પર મને બોલવા દેતા નથી. ગુજરાતની વિધાનસભાની અંદર હું ગુજરાતની ગરીબ વંચિત જનતાનો અવાજ બનવા માંગું છું. ગઈ કાલે મને જાનથી જાનથી મારી નાંખવાની ચોથી ધમકી મળી. અધ્યક્ષની જવાબદારી બને છે કે, ધારાસભ્યને પ્રોટેક્ટ કરવાની પણ ગૃહની અંદર એક સેકન્ડ પણ મને બોલવા દેવામાં આવતો નથી. આ ગુજરાતની અંદર વિધાનસભાની અંદર વિધાનસભાના અધ્યક્ષ એટલે ભાજપ સરકારનું વલણ સદંતર ગેરબંધારણીય બની ચૂક્યું છે.

જીગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અપક્ષનો પણ એક સમય હોય. આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ કહ્યું કે, LOP તરીકે હું અમારા કોટાનો સમય ફાળવવા તૈયાર છું. એ છતા પણ મને બોલવા દેવામાં આવતો નથી. ઉના કાંડની ઘટનાને ત્રણ વર્ષ થયા માટે ઉના કાંડના પીડિતોની વાત રજૂ કરવી હતી. મને જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી. તે મુખ્ય વાત કરવી હતી. ખેડૂતોના સમર્થનમાં જે બીલ લાવી રહી છે. તે બાબતે વાત કરવી હતી. એ છતાં ગુજરાતની અંદર લોકશાહીનું જે ખૂન થયું છે અને ગેરબંધારણીય તેમના અભિગમના કારણે મને બોલવા દેવામાં આવતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp