ગુજરાતના આ 12 જિલ્લાઓ માટે 29 ઓગસ્ટ ભારે, હવામાન વિભાગનું રેડ એલર્ટ

PC: twitter.com

છેલ્લાં રવિવારથી વરસાદ આખા ગુજરાતને ઘમરોળી રહ્યો છે. હવામાન વિભાગ સતત આગાહી કરી રહ્યું છે કે આ જિલ્લાઓમાં રેડ, ઓરેંજ અને યલો એલર્ટ છે.

ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે, બંગાળની ખાડીમાં જે લો પ્રેસર ઉભું થયું હતું તો આગળ વધ્યું હતું અને હાલમાં ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઇને કચ્છના અખાત તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં તે ભુજથી 50 કિ.મી દુર કેન્દ્રીત થયેલું છે.

 

હવામાન વિભાગે 29 ઓગસ્ટને ગુરુવારે જે 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તેમાં,કચ્છ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ,જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્ર નગર, બોટાદ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે.જ્યારે બનાસકાંઠાસ પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહિસાગર, આણંદ, પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp