દેશની એકતા, અખંડતાને અસ્થિર કરનારા તત્ત્વોને દેશભક્તિથી જનતા જવાબ આપેઃ ચુડાસમા

PC: Khabarchhe.com

ભારત દેશને એક અને અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ એવા સરદાર પટેલની પુણ્ય તિથિ નિમિતે કરમસદ ખાતેના સરદાર વલ્લભ પટેલના નિવાસસ્થાને રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મુલાકાત લઈ સરદાર સાહેબની તસ્વીર સમક્ષ શ્રદ્ધાસુમન અને ભાવાંજલી અર્પણ કરી હતી અને સરદાર ગૃહમાંની પ્રદર્શનીને નિહાળી હતી,

મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારો સાથે સંવાદ કરતા અને આઝાદી પ્રાપ્તિ માટે અને દેશના 562 રજવાડાનું એકીકરણમાં સરદાર વલ્લભ પટેલની ભૂમિકાની વિગતો આપતા જણાવ્યું હતું કે, રજવાડાનું એકીકરણમાં ગુજરાતી એવા સરદાર પટેલ , પ્રથમ પોતાનું રજવાડું અખંડ ભારતના નિર્માણમાં ભાવનગર સ્ટેટ અર્પણ કરનાર મહાન રાજવી કૃષ્ણકુમાર સિંહજી પણ પ્રથમ ગુજરાતી હતા, જ્યારે દુનિયા ભરમાં સોંથી ઊંચી એવી સરદાર સાહેબની પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપનામાં મહત્વની ભૂમિકા અદા કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતી આમ ગુજરાતી હોવાનું ગોરવ લેતા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહય કે અખંડ ભારત નું નિર્માણ અનેક અવરોધો અને મુશ્કેલીઓ વચ્ચે થયું છે

આઝાદી પણ અનેક બલિદાનો બાદ પ્રાપ્ત થઈ છે ત્યારે વર્તમાન સંજોગોમાં દેશને અસ્થિર કરવાના થઇ રહેલા પ્રયાસો સામે આક્રોશ વ્યક્ત કરતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આવા તત્વોને ઓળખી લેવા અને તેઓને દેશ ભક્તિથી જવાબ આપવા જનતાને અનુરોધ કર્યો હતો

કરમસદ નગર વિસ્તારમાં આવેલા સરદાર પટેલ નિવાસસ્થાન અને ચાર રસ્તા પાસેની સરદાર પટેલની પ્રતિમાને પણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રદ્ધા સુમન અને ભાવનજલી અર્પણ કરી હતીકલેક્ટર આર.જી.ગોહીલ , અને જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમાર ,અને જિલ્લા પોલીસ વડા અજીત રાજીયાનને પણ સરદાર સાહેબની 74 મી પુણ્ય તિથિએ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp