પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં ક્લીન સ્વીપની હેટ્રીક માટે PM મોદીની 6 સભા

PC: bjp.org

પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં ક્લીન સ્વીપની હેટ્રિક પૂર્ણ કરવા માટે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં છ રેલીઓને સંબોધિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના વતન ઉત્તર ગુજરાતમાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઉત્તર ગુજરાતના છે. ડીસા, બનાસકાંઠામાં પ્રથમ રેલીને સંબોધ્યા બાદ તેઓ બીજી રેલી હિંમતનગરમાં સભા કરી દીધી છે. તા. 1 અને 2 મે PM મોદી ગુજરાતની મુલાકાતે છે.ગુજરાતમાં લોકસભા 2014 અને લોકસભા 2019ની બંને ચૂંટણીમાં ભાજપે બધી 26 બેઠકો જીતી હતી અને આ વખતે પણ બધી બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

PM મોદી ગુજરાત પ્રવાસના બીજા દિવસે એટલે કે 2મેના દિવસે ચાર રેલીઓને સંબોધશે. ગુજરાતમાં ભાજપે સુરતની બેઠક બિનહરીફ જીતી લીધી છે. આવી સ્થિતિમાં રાજ્યની 25 લોકસભા બેઠકો માટે 7 મેના રોજ મતદાન થશે. આ માટેનો ચૂંટણી પ્રચાર 5 મેના રોજ સમાપ્ત થશે. PM મોદી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન ખાસ કરીને 13 લોકસભા મતવિસ્તારોને નિશાન બનાવશે.

1લી મેની પહેલી સભા ડીસામાં બનાસકાંઠા અને પાટણ લોકસભા ક્ષેત્ર પર કેન્દ્રીત હતી જ્યારે બીજી સભા હિંમતનગરમાં હતી જેમાં સાબરકાંઠા અને મહેસાણા લોકસભા બેઠકો કેન્દ્રીત હતી.

2 મેના રોજ, તેમની મુલાકાતના બીજા દિવસે, PM મોદી આણંદ અને ખેડા લોકસભા બેઠકોના ભાજપના ઉમેદવારોને સમર્થન મેળવવા માટે સવારે 10 વાગ્યે આણંદના શાસ્ત્રી મેદાનમાં રેલીને સંબોધિત કરશે. એ જ દિવસે બપોરે 12 વાગ્યે PM મોદી સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર સહિતની લોકસભા બેઠકો માટે સુરેન્દ્રનગર-રાજકોટ રોડ પર ત્રિમંદિર મેદાન પાસે રેલી કરશે. જૂનાગઢ, પોરબંદર અને અમરેલી લોકસભા બેઠકોને આવરી લેતા મોદી બપોરે 2:15 વાગ્યે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં જાહેર સભાને સંબોધશે.

આ પછી PM મોદી ગુજરાતના જામનગરમાં છેલ્લી રેલીને સંબોધશે. આ રેલી જામનગર લોકસભા અને પોરબંદર માટે હશે. PM મોદી સાંજે 4:15 વાગ્યે જામનગરના દર્શન મેદાનમાં જનસભાને સંબોધશે. 1મેના દિવસે PM ગાંધીનગરના રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને તેમનું ગૃહ રાજ્ય હોવાને કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે તેમની બે દિવસની 6 સભા ભાજપને ત્રીજી વખત પણ બધી 26 બેઠકો જીતવામાં મદદરૂપ બનશે. ગુજરાતમાં લોકો ઉમેદવારને જોઇને મત આપતા નથી, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર મત પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp