અંબાજી રોડ પર ખતરનાક એક્સિડન્ટ, મુસાફરો ભરેલી બસના 2 ટુકડા થઇ ગયા, જુઓ તસવીરો

PC: news18.com

ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં અંબાજી-હડાદ રોડ પર રવિવારે એવો ગંભીર અકસ્માત થયો છે કે જે જેઇને રૂંવાડા ઉભા થઇ જશે. આ રોડ પરથી જઇ રહેલી એક બસ પલટી મારી ગઇ ગઇ હતી અને બસના 2 ટુકડા થઇ ગયા હતા. પરંતુ નસીબની બલિહારી જુઓ કે આટલો ગમખ્વાર અકસ્માત થવા છતા હજુ સુધી કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. મુસાફરોને નાની મોટી ઇજા જરૂર થઇ છે. ઘટનાની જાણ થતા તંત્ર અને લોકો મદદે દોડી આવ્યા છે અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવમાં આવી રહ્યા છે.

જાણવા મળેલી વિગત મુજબ રવિવારે મુસાફરોને લઇને એક લકઝરી ટ્રાવેલ્સની ખાનગી બસ અંબાજી હડાદ રોડ પરથી પસાર થઇ રહી હતી ત્યારે બસના ટાયરમાં પંચર પડી જવાને કારણે ડ્રાઇવરે કાબુ ગુમાવી દીઘો હતો અને બસ પળવારમાં પલટી મારી ગઇ હતી અને બસના 2 ટુકડા થઇ ગયા હતા. બસમાં પુરુષો, મહિલાઓ અને બાળકો પણ સવાર હતા. બસને અકસ્માત નડતા મુસાફરોએ ચીસાચીસ કરી મુકી હતી જેને કારણે નજીકના લોકો દોડી આવ્યા હતા અને બસની ઉપર ચઢીને લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.સદનસીબે કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

જાણવા મળેલી માહિતી મુજબ ખાનગી લકઝરી બસ પર શ્રધ્ધા લખેલું છે એટલે શ્રધ્ધા ટ્રાવેલ્સની બસ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અકસ્માતને કારણે 40 જેટલાં પેસેન્જરોને નાની મોટી ઇજાઓ થઇ છે. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્ત લોકોને 108માં નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા તો કેટલાંકની પોલીસની જીપમાં બેસાડીને હોસ્પિટલ રવાના કરવામાં આવ્યા હતા.

ખાનગી બસને જ્યારે અકસ્માત નડ્યો હોવાની સ્થાનિક લોકોને ખબર પડી તો અનેક લોકો મદદ કરવા માટે દોડી આવ્યા હતા. હાઇવે પર કે જાહેર રસ્તા પર અકસ્માતની ઘટના બને છે ત્યારે ગામના લોકોની માનવતા હમેંશા મહેંકી ઉઠે છે અને તેમની એ મહેનતને કારણે અનેક લોકોના જીવ બચી જતા હોય છે. ઘણી વખત તો એવા ગંભીર અકસ્માત થાય છે કે વાહન ચીરીને લોકોને કાઢવા પડતા હોય છે.

આજ રોડ પર 15 દિવસ પહેલાં પણ અકસ્માતની એક ઘટના બની હતી. નવસારી એસટી બસને અંબાજી હડાદ રોડ પર અકસ્માત નડ્યો હતો. આ રોડ પર બસ અને રિક્ષા વચ્ચે એક્સિડન્ટ થયો હતો, જેમાં રિક્ષામાં બેઠેલો લોકોનો આબાદ બચાવ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp