મહેસાણા જિલ્લા પ્રમુખે ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

PC: youtube.com

મહેસાણામાં જિલ્લા અને તાલુકામાં કોંગ્રેસની સત્તા છે ત્યારે કોંગ્રેસમાંથી એક પછી એક સભ્યો ભાજપમાં જોડાતા મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. મહેસાણા જિલ્લા કોંગ્રસ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબારે ભાજપ દ્વારા આશાબેન પટેલ અને જીવા પટેલને પંચાયતો તોડવાનું કામ સોંપાયું હોવાનો આરોપ લગાવ્યો છે.

મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબારે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, 'ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને સરકાર માત્ર અને માત્ર પૈસાના જોરે કોંગ્રેસના સંનિષ્ટ કાર્યકરોને લલચાવી અને કોંગ્રેસનું સાશન કેવી રીતે તોડવું તેવી પેરવીમાં પડેલા છે. તાલુકા પંચાયતના સભ્યોને પાંચ-દસ લાખ સુધીની ઓફર, જિલ્લા પંચાયતના સભ્યોને પચ્ચીસ લાખ સુધીની ઓફર, નગરપાલિકાના સભ્યને દસ લાખની ઓફર આવા રીતસર ભાવ મૂક્યા છે. તેના ઉપરથી સાબિત થાય છે કે આ લોકોએ કેટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. આ પૈસાથી લોકોએ ચૂંટેલી અથવા જનમત આપેલી આખી સંસ્થાઓ પૈસાના જોરે તોડવી એ ભાજપનું દૃષ્ટાંત છે. પણ મહેસાણા ખાતે અમે તે શક્ય બનવા દઈશું નહીં.'

વધુમાં તેમણે કહ્યું કે 'આશાબેન કે જીવાભાઈ કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે એમને આ જવાબદારી સોંપવામાં આવી હોય એવું બની શકે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp