સિદ્ધપુરમાં 4 દિવસથી પાણી નહોતું આવતું, ખોદકામ કર્યું તો યુવતીની લાશ મળી

PC: divyabhaskar.co.in

ઉત્તર ગુજરાતમાં આવેલા સિદ્ધપુરમાં 4 દિવસથી પાણી આવતું નહોતું. પાલિકાએ  સમસ્યા શોધવા માટે ખોદકામ કર્યું તો એક યુવતીના શરીરના ટુકેડ ટુકડે મળી આવતા ખળભળાટ મચી ગયો છે. માનવ અવશેષો પાણીના પાઇપ લાઇનમાં ફસાઇ જવાને કારણે પાણીનો પ્રવાહ અટકી ગયો હતો. પાલિકાને પાણી કેમ નહોતું આવતું તેનું સોલ્યુશન તો મળી ગયું છે, પરંતુ બીજી તરફ યુવતીની લાશ મળવાને કારણે પોલીસની એન્ટ્રી થઇ ગઇ છે.

સિધ્ધપુરમાં પાણીની પાઇપલાઇનમાંથી માનવ અવશેષો મળી આવવાની ઘટનાએ ખળભળાટ મચી ગયો છે. ઉપલી શેરી વિસ્તારમાં પાણીની ભૂગર્ભ પાઇપ લાઈનમાં જ્યારે પાલિકાના સ્ટાફે ખોદકામ શરૂ કર્યું ત્યારે  માનવ અવશેષો મળી આવ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે, કોઈ અજાણી યુવતીના મૃતદેહના આ અવશેષો છે. માનવ અવશેષ પાણીની પાઇપલાઇનમાં ફસાઈ જવાને કારણે પાણીનો પ્રવાહ અટકી ગયો હતો.

જાણવા મળેલી વિગત મુજબ લોકોની પાણીની ફરિયાદને આધારે જ્યારે પાલિકાના સ્ટાફે ખોદકામ શરૂ કર્યું તો કોહવાઇ ગયેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પાલિકાનો સ્ટાફ આ જોઇને ગભરાઇ ગયો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહના અવશેષોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને યુવતીની લાશ ગટરમાં કેવી રીતે આવી અને યુવતી કોણ છે તેની તપાસ ચાલી રહી છે.

સ્થાનિક લોકોએ કહ્યું હતું કે અમારા વિસ્તારમાં છેલ્લાં 4 દિવસથી પાણી આવતું નહોતું અને પાણીમાંથી જબરદસ્ત દુર્ગંધ મારતી હતી. આ બાબતે જ્યારે કોર્પોરેટરને જાણ કરવામાં આવી ત્યારે પાલિકાની ટીમે ખોદકામ શરૂ કર્યું હતું અને ગટરમાંથી લાશ મળી આવી હતી. આ મૃતદેહ કોનો છે તે જાણી શકાયું નથી.

ઘટનાને પગલે સિદ્ધપુર નગરપાલિકાના કારોબારી ચેરમેન ધર્મેન્દ્ર ઠાકરે કહ્યું હતું કે, તારીખ 11 અને 12 મેના દિવસે ઉપલી શેરી વિસ્તારમાં પાણીનો પ્રવાહ બંધ થઈ ગયો હતો. જેની ફરિયાદ મળતા પાઇપલાઇન ખોદવાનું કામ શરૂ કર્યું હતું અને અંદર કંઈક ફસાયેલું લાગતા ધ્યાનથી જોયું તો માનવ મૃતદેહ મળી આવ્યો હતો.

ગટરમાંથી યુવતીના કેટલાંક અવશેષો જ મળી આવ્યા છે, બાકીના અંગો હજુ મળ્યા નથી એટલે પોલીસ માટે પણ આ એક મોટો કોયડો છે. સ્થાનિક લોકોએ કહ્યું કે અમે દુર્ગંધથી ભારે પરેશાન હતા, જ્યારે હવે યુવતીનો મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યો છે અને દુર્ગંધ પણ બંધ થઇ ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp