હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં આ જગ્યાએ સતત 3 દિવસ કમોસમી વરસાદ પડશે

PC: lokpatrika.in

અત્યારે શિયાળીની સિઝન ચાલી રહી છે અને લોકો મસ્ત ઠંડીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 3 દિવસ સતત કમોસમી વરસાદ પડશે. રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે એ વિશે પણ હવામાન વિભાગે ફોડ પાડ્યો છે. હવામાન વિભાગે વરસાદ પડવાનું કારણ પણ જણાવ્યું છે.

ગુજરાતના હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુરુવારે આગામી 7 દિવસ હવામાન કેવુ રહેશે તેના વિશે આગાહી કરી છે. વૈજ્ઞાનિક ચૌહાણે કહ્યું કે, ગુજરાતમાં આગામી 4 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. એ પછીના બે દિવસ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.

તેમણે કહ્યું કે પાંચમા દિવસે એટલે કે 8 જાન્યુઆરી 2024ના દિવસે સૌરાષ્ટ્ર, જુનાગઢ, ગીર સોમનાથમાં વરસાદ પડશે. ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડવાની સંભાવના દેખાઇ રહી છે.

હવામાન વિભાગે કહ્યુ કે, 6ઠ્ઠા દિવસે એટલે કે 9 જાન્યુઆરીએ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, અમરેલીમાં વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, અરવલ્લીસ મહિસાગરમાં કમોસમી વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતમાં દાહોદમાં વરસાદ પડવાની સંભાવના છે.

સાતમાં દિવસે એટલે કે 10 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે રાજ્યમાં તાપમાન કેવું રહેશે તેની પણ જાણકારી આપી છે. ચૌહાણે કહ્યુ કે ગુજરાતમાં આગામી 2 દિવસમાં ઠંડીના પારામાં કોઇ મોટો ફેરફાર થાય તેવું દેખાતું નથી, પણ બે દિવસ પછી ગુજરાતના તાપમાનમાં બેથી ત્રણ ડીગ્રીનો વધારો જોવા મળી શકે છે. અમદવાદનું છેલ્લા 24 કલાકનું તાપમાન 14.3 ડીગ્રી સેલ્શિયસ, ગાંધીનગરનું 12.05 ડીગ્રી સેલ્શિયસ,સૌથી ઓછું તાપમાન કેશોદમાં 9.9 ડીગ્રી નોંધાયું છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યૂ ચૌહાણે કહ્યું કે રાજ્યમાં ઠંડીની સિઝનમાં વરસાદ પડશે તેનું કારણ એવું છે કે, અરબી સમુદ્ધમાં એક સિસ્ટમ બની રહી છે જેના કારણે કમોસમી વરસાદ પડવાની શક્યતા દેખાઇ રહી છે. ગુજરાતમાં ભેજવાળું વાતાવરણ બનશે જેને કરાણે તાપમાનમાં વધારો થશે.

ગુજરાતમાં આ વખતે ચોમાસું ઘણું સારું રહ્યુ હતું એટલે જગતના તાતને સારા પાકની આશા હતી, પરંતુ થોડા સમય પહેલા કમોસમી વરસાદ તેમાં પણ કેટલાંક વિસ્તારોમાં તો કરા પડવાની કારણે પાકને નુકશાન થયું હતું. હવે જો ફરી કમોસમી વરસાદ પડશે તો ખેડુતોને મોટું નુકશાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp