ગાંધીજીને જેની સખ્ત નફરત હતી તે જ થઇ રહ્યું છે મહાત્મા મંદિરમાં

PC: updatepedia.com

મહાત્મા ગાંધીને જેની સખ્ત નફરત હતી તે મહાત્મા મંદિરમાં થઇ રહ્યું છે અને તેની પર કોઇ પગલા લેવામાં આવી રહ્યા નથી. હાલ મંદિરમાં વાયબ્રન્ટ ગ્લોબલ સમિટની તૈયારી ચાલી રહી છે ત્યારે કામ કરતા મજૂરો મહાત્મા મંદિરના સ્થળે તમાકુ, બીડી અને સિગારેટ જેવા વ્યસન કરી રહ્યા છે. મહાત્મા મંદિરના પ્રાંગણમાં બીડી અને સિગારેટના ઠૂંઠાં અને માવા-મસાલાની પડિકીઓ ઠેરઠેર જોવા મળે છે.

ગાંધીજી સાદાઇમાં જીવ્યા છે. તેમનો મંત્ર સફાઇની સાથે સાથે વ્યસન મુક્તિનો હતો પરંતુ મહાત્મા મંદિરમાં તેનો છેદ ઉડી રહ્યો છે. આ મંદિરમાં કામ કરતા શ્રમિકો તો ઠીક પરંતુ જેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેઓ બિન્દાસ વ્યસન કરી રહ્યા છે. મંદિરના પ્રાંગણમાં વ્યસનોની ભરમાર છે તેવી જ રીતે મંદિરના અંદરના હોલ અને મહાત્મા મંદિરના આકર્ષણો જ્યાં આવેલા તે સ્થળે પણ કામ કરતા કોન્ટ્રાક્ટરો અને તેમના શ્રમિકો પાન મસાલા ખાઇને આખી ઇમારતને દૂષિત બનાવી છે.

મહાત્મા મંદિરના નિરીક્ષણમાં સરકારના અધિકારીઓ અવાર નવાર જતા હોય છે. વાયબ્રન્ટની કામગીરીનું સતત મોનિટરીંગ રાખવામાં આવી રહ્યું છે છતા કોન્ટ્રાક્ટરોનો સ્ટાફ મર્યાદાઓ ચૂક્યો છે. મંદિરના તમામ ગેટ પાસે પાન મસાલાની પડીકીઓ તેમજ બીડી સિગારેટ પિવાનું ચાલુ છે. વાયબ્રન્ટ સમિટ હોય છે ત્યારે રાજ્યની પોલીસ તમામ ડેલિગેટ્સના ખિલ્લા ખોલાવીને કે પર્સ-પાકિટમાં હાથ નાખીને ગુટકા, મસાલા કે બીજી સિગારેટ બહાર કાઢીને જ ડેલિગેટને અંદર જવા દેતી હોય છે ત્યારે સમિટ પહેલા આ માહોલ સર્જાયો છે છતા સરકાર તરફથી કોઇ પગલા લેવામાં આવતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp