મીરાંના ગિરધર ગોપાલ જ્યાં બિરાજમાન છે તેવા આ મંદિરમાં 17 કરોડનું દાન એક મહિનામાં

મીરાંબાઇનું એક ભજન છે, મેરે તો ગિરધર ગોપાલ, દુસરો ન કોઇ. મીરાંબાઇના ભજનમાં જે ગિરધર ગોપાલનો ઉલ્લેખ છે તેવા ભગવાન કૃષ્ણ રાજસ્થાનમાં આવેલા સાંવલિયા શેઠ મંદિરમાં બિરાજમાન છે. રાજસ્થાનન ચિતોઢગઢ જિલ્લામાં આવેલા ભાદસોડા ગામામાં સાંવિલિયા શેઠ મંદિર આવેલું છે અને હજારોની સંખ્યામાં ભક્તો આ મંદિરના દર્શન કરવા માટે આવે છે.

દર મહિને દાન પેટી ખોલવામાં આવે છે. આ વખતે જૂન મહિનામાં દાન પેટી ખોલવામાં આવી તો તેમાંથી 17 કરોડ રૂપિયા રોકડા, 68 કિલો ચાંદી, 15 સોનાના બિસ્કીટ નિકળ્યા હતા.

સાવંલિયા શેઠ મંદિરનો મહિમા એટલો બધો છે કે લોકો તેમને પોતાના પગારમાં અથવા બિઝનેસમાં પાર્ટનર બનાવે છે. એવી માન્યતા છે કે સાંવલિયા શેઠ મંદિરમાં જેટલું દાન મુકો તેનાથી ડબલ પાછું મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp