80% યુવતીઓ ફોટો અપલોડ કરતા પહેલા ફિલ્ટરનો ઉપયોગ કરે છે, દેખાડો કે બીમારી?

PC: fotor.com

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ ખૂબ જ વધ્યો છે. લોકો પોતાની નાનામાં નાની મૂવમેન્ટનો ફોટો ક્લિક કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. તો કેટલાક લોકો પોતાના વોટ્સએપ કે ફેસબૂક પર સ્ટોરી મૂકે છે. એટલે એવું કહી શકાય કે સોશિયલ મીડિયા આપણું રૂટીન બની ગયું છે. તમે ઘણી વખત નોટીસ કર્યું હોય કે ન કર્યું હોય પણ એક વાત વિચારવા જેવી છે કે, મોટા ભાગે યુવતીઓ સોશિયલ મીડિયા પર કોઈ ફોટો અપલોડ કરવા કે સ્ટોરી મૂકવા માટે પહેલા ફોટોને એડિટ કરે છે અથવા તો ફોટો કેપ્ચર કરતા સમયે ફિલ્ટરનો ઉપયોગ કરે છે. ત્યારે સમજમાં નથી આવતું કે આ એક દેખાદોડો છે કે પછી માનસિક બીમારી?

રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા પર થતી પોસ્ટને લઇને લંડનની સિટી યુનિવર્સિટી દ્વારા ચેન્જિંગ ધ પરફેક્ટ પિક્ચર વિષય પર એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે, 80% યુવતીઓ સોસીયલ મીડિયા પર પોસ્ટ મૂકતા પહેલા ફિલ્ટર કે એડીટીંગ એપનો ઉપયોગ કરે છે. મહત્ત્વની વાત છે કે, મોટા ભાગે ઘણા લોકો પોતાના નેચરલ ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનું ટાળે છે. મોટા ભાગે લોકો પોતાની ડીજીટલ ઈમેજ સાચવવા માટે નેચરલ ઈમેજને ભૂસી રહ્યા છે.

આ રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે, ફોટો અપલોડ કર્યા પછી યુવકો કે, યુવતીઓને કેટલી લાઈક મળી અને કેટલી કોમેન્ટ આવી છે તેના પર વધારે ધ્યાન આપતા હોય છે અને જો ધાર્યા કરતા ઓછી લાઈક અથવા તો કોમેન્ટ મળે તો તે ડીપ્રેશન અથવા તો માનસિક તણાવનો અનુભવ કરી રહ્યા છે.  

આ બાબતે સાઈકિયાટ્રિસ્ટનું કહેવું છે કે, બોડી ડિસમોર્ફિક ડિસઓર્ડર એટલે કે લુક અને અપિરીયન્સને લઇને સતત કોન્સિયસ રહેવું. સાઇકોલોજિકલી જોઈએ તો અપીરીયન્સ પ્રત્યે વધારે કોન્સીયન્સ બિહેવિયર અજાણતા જ એન્ઝાયટી આવે છે. વારંવાર ફિલ્ટરનો ઉપયોગ કરીને વ્યક્તિ પોતાને ઓરીજનલ રીતે છુપાવીને સતત ઇન્સિક્યોરિટી અનુભવે છે. તેની સાઇકોલોજિકલી ઇનર સેલ્ફ પર ખરાબ અસર થાય છે.

આ બાબતે ડર્મોલોજિસ્ટે જણાવ્યું હતું કે, પરફેકટ સ્કીન, પરફેક્ટ શેપ, નોઝ સુંદર આખો જેવા ફિલ્ટરનો ઉપયોગ કરીને લોકો રીયલ લાઈફમાં આ પ્રકારની બ્યુટીનો આગ્રહ રાખતા થઇ ગયા છે.જાણીતી સોશિયલ મીડિયા એપના ફિલ્ટર ગ્લાસ લાઈક સ્કીન કે પછી ગ્લોઈન્ગસ્કીન જેવા ફિલ્ટરથી પ્રભાવિત થઇ લોકો રીયલ લાઈફમાં એવી કોઈ સારવાર થાય છે કે નહીં તેની ઈન્કવાયરી કરતા થઇ ગયા છે.

આ બાબતે ઈન્ફ્લુએન્સર ડૉક્ટરે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર રીયલ ફોક આઇડેન્ટિ બનાવવા કરતા રીયલ ઈમેજ જ બતાવવી જોઈએ. મારા માટે લોકોની ઇન્સિક્યોરિટી ફક્ત સોશિયલ મીડિયા પૂરતી નહીં રીયલ લાઈફમાં પણ હોય છે. ફિલ્ટરથી ઓરીજનલ આઇડેન્ટિ છૂપાવી લોકોનો આત્મવિશ્વાસ ઓછો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp