ટ્રક પર લાદીને આખા ઘરને કરવામાં આવ્યું શિફ્ટ, એટલો ખર્ચ થયો જેમાં એક ઘર આવી જાય
કોઈ ઘર અથવા મેન્શનને શું એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવી શકે છે પહેલી વખત સાંભળતા અજીબ લાગ્યું હશે અને તમે વિચારતા હશો કે ઘરને એક જગ્યાએથી બીજ જગ્યાએ કંઈ રીતે શિફ્ટ કરી શકાય. પરંતુ આવું થઈ શકે છે અને આવું થયું પણ છે. આપણે ત્યાં નહીં પરંતુ વિદેશોમાં આવું ઘણી વખત બન્યું છે. જ્યાં લોકો પોતાના ઘરને જ એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરીને લઈ ગયા છે. તેવું જ કંઈક હાલમાં અમેરિકાના સાન ફ્રાનસિસ્કોમાં થયેલું જોવા મળ્યું છે, જ્યાં 5000 વર્ગ ફૂટમાં બનેલા મેનશનને ટ્રક પર લાદીને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યું છે.
આ મોટા મેનશનને શિફ્ટ કરવાની કવાયત પર જેની પણ નજર પડી હતી તે સંપૂર્ણરીતે હેરાન રહી ગયું હતું. એક વિશાળ ટ્રક પર મેનશનને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યું હતું. 139 વર્ષ જૂનું આ બે માળના વિક્ટોરિયન મેનશનમાં 6 બેડરૂમ છે. તેને સાન ફ્રાન્સિસ્કોના ફ્રેંકલિન સ્ટ્રીટથી ખસેડીને નવી જગ્યાએ લઈ જવામાં આવી રહી હતી. આ મેનશનને શિફ્ટ કરવા માટે અલગ અલગ 15 એજન્સીઓ પાસેથી પરવાનગી લેવામાં આવી હતી. તેના પછી 1.61 કિલોમીટરની સ્પીડથી આ ટ્રકને ચલાવીને મેનશનને તેની નિશ્ચિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યું હતું.
Hundreds of curious people watched a 139-year-old Victorian house move six blocks in downtown San Francisco. #CTVNews #SanFrancisco #house #downtown #California #CaughtOnCam pic.twitter.com/Gq5ZJSaBDp
— CTV News (@CTVNews) February 22, 2021
આ મેનશનને શિફ્ટ કરાવનો ખર્ચો સાંભળીને તમારા હોશ ઉડી જશે. આ મેનશનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે 2.9 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે અને તેમાં આશરે 6 કલાક જેટલો સમય લાગ્યો હતો. મેનશનની ઊંચાઈ એટલી બધી હતી કે રસ્તાઓ પર ઘણા ઝાડવાઓની ડાળીઓને કાપવી પડી હતી અને એટલું જ નહીં પરંતુ રસ્તામાં મેનશનને કારણે ટ્રકના કેટલાંક પૈંડાઓ પણ જમીનથી ઉપર જતા જોવા મળ્યા હતા.
આ મેશનને શિફ્ટ કર્યા પછી તપાસવામાં આવતા તેની એક પણ વસ્તુ તેની જગ્યાએથી હલેલી જોવા મળી હતી. આ ઘર અંદરથી જેટલું આલિશાન છે તેટલું બહારથી પણ સુંદર છે. આ મેનશને શિફ્ટ થતું જોવા માટે લોકોએ રસ્તા પર ભીડ જમા કરી દીધી હતી અને પોતાના કેમેરામાં તેને કેપ્ચર કરવા લાગ્યા હતા. પોલીસે આ મેનશનના શિફ્ટીંગ દરમિયાન રસ્તાઓને બંધ કરી દીધા હતા, જેથી સરળતાથી તેને લઈ જઈ શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp