આ તો લગ્નની આમંત્રણ પત્રિકા છે કે રિસર્ચ પેપર? બાંગ્લાદેશ કપલે છપાવ્યું કાર્ડ

PC: Indiatimes.com

તાજેતરમાં, ટ્વિટર એકાઉન્ટ @rayyanparhlo પર લગ્નનું કાર્ડ પોસ્ટ કરવામાં આવ્યું છે જે કાર્ડ જેવું ઓછું અને રિસર્ચ પેપર જેવું લાગે છે. રિસર્ચ પેપર એટલે એટલે કે જે પેપર પીએચડી સ્કોલર કોઈ વિષય પર રિસર્ચ કર્યા પછી લખે છે.

સોશિયલ મીડિયા પર લગ્નની અનોખી આમંત્રણ પત્રિકા ઘણી વખત જોવા મળતી હોય છે, પરંતુ બાંગ્લાદેશના એક વર-કન્યાએ જે લગ્નની આમંત્રણ પત્રિકા છપાવી છે તે સાવ અનોખી છે. આમંત્રણ પત્રિકા આખા રિસર્ચ પેપરની જેમ છપાવવામાં આવી છે અને સોશિયલ મીડિયા પર આ કાર્ડ જબરદસ્ત વાયરલ થઇ રહ્યું છે.

 

આ કાર્ડમાં તમામ વિગતો લખેલી છે, જે રિસર્ચ પેપરમાં લખવામાં આવતી હોય છે,પરંતુ તે લગ્નની માહિતીના સ્વરૂપમાં છે અને વાસ્તવિક સંશોધન પેપરની જેમ નથી.

કાર્ડની ટોચ પર તમે જોઈ શકો છો કે ઢાકામાં સંજના અને ઈમોનના લગ્ન વિશે માહિતી આપવામાં આવી છે. નામની નીચે એબ્સ્ટ્રેક્ટ, એટલે કે કાર્ડનો સાર એવું લખવામાં આવ્યું છે. તેમાં લગ્નને લઈને ઘણી વાતો લખવામાં આવી છે. તેની નીચે કીવર્ડ્સ, ઇન્ટ્રોડક્શન અને લોકેશન પણ લખેલા છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે કાર્યપ્રણાલી એટલે કે મેથોડોલોજીનો પણ ઉલ્લેખ છે. કાર્ડના અંતમાં નિષ્કર્ષ લખવામાં આવ્યો છે અને અંતે સંદર્ભ પણ આપવામાં આવ્યો છે.

આ કાર્ડને 34 લાખથી વધુ વ્યુઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે. એક યૂઝરે કહ્યું કે, આ જોઈને એવું લાગે છે કે આ કોર્ટનો ઓર્ડર છે. એક યૂઝરે કહ્યું કે, કાર્ડ જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે તે કોઈ પુસ્તકનું પાનું હોય. એક યૂઝરે મજાકમાં કહ્યું કે તે પોતાના લગ્ન પર પણ એવું કાર્ડ બનાવશે જેને જોઇને કોઇ નહીં આવે. એક યૂઝરે કહ્યું કે, તે લેખ જેવું લાગે છે તો એક યૂઝરે લખ્યુ કે પહેલી નજરે તે રિસર્ચ પેપર જેવું લાગે છે.

લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે, આ દરમિયાન તમને લગ્ન સાથે જોડાયેલી ઘણી બધી વાતો જોવા અને સાંભળવા મળશે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે અને તમને હસાવશે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ પડોશી દેશોમાં પણ લગ્નોમાં કંઈક અજીબ ઘટના બને છે જે અન્ય લોકોના ધ્યાનમાં આવે છે. તાજેતરમાં બાંગલાદેશમાંએક વર-કન્યાએ તેમના લગ્નનું કાર્ડ રિસર્ચ પેપરની જેમ પ્રિન્ટ કરાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp