Video: મોર્ચરીની બહાર 4 મહિનાથી પોતાના માલિકની રાહ જોતો શ્વાન

PC: indiatimes.com

કેરળ રાજ્યમાંથી એક એવી સ્ટોરી સામે આવી છે, જેને વાંચી તમને પ જાપાનના હાચિકો શ્વાનની યાદ આવી જશે. જાપાનના રેલવે સ્ટેશનની બહાર હાચિકો પોતાના માલિકના પરત આવવાની રાહ જોતો હતો. કેરળમાં એક મોર્ચરીની બહાર રામૂ પણ પોતાના માલિકની રાહ જોઇ રહ્યો છે. તે પણ 4 મહિનાથી.

ટાઇમ્સની એક રિપોર્ટ અનુસાર, કેરળની કન્નૂર જિલ્લા હોસ્પિટલની મોર્ચરીની બહાર 4 મહિનાથી પોતાના માલિકની રાહ રામૂ નામનો શ્વાન જોઇ રહ્યો છે. જિલ્લા હોસ્પિટલના અધિકારીઓને આ શ્વાનના માલિક વિશે કોઇ જાણકારી નથી. પણ શ્વાનની ઉદાસીનતા જોઇ એવું લાગી રહ્યું છે કે, કદાચ આ શ્વાનના માલિકનું હોસ્પિટલમાં નિધન થયું હશે અને તેને મોર્ચરીમાં લઇ જવામાં આવ્યા હશે.

4 મહિના પહેલા સૌથી પહેલા આ શ્વાન પર રાજેશ કુમારની નજર પડી હતી. રાજેશ કુમારે જણાવ્યું કે, અમે પહેલા દિવસે આ શ્વાન પર ધ્યાન આપ્યું નહીં. પણ જ્યારે ઘણાં દિવસો સુધી તે ત્યાં બેસેલો જોવા મળ્યો તો અમારું ધ્યાન તેના પર ગયું. અમે આસપાસના લોકોને પૂછ્યું તો જાણ થઇ કે આ શ્વાન એક દર્દીની સાથે હોસ્પિટલ આવ્યો હતો. પણ તેના માલિકનું મોત થયું. ઉલ્લેખનીય છે કે કોઇ મૃતકની ઓળખ જણાવી શક્યું નહીં.

રાજેશે કહ્યું કે, શ્વાન મોર્ચરીની એ સાઇડ બેસે છે જ્યાંથી શવોને અંદર લઇ જવામાં આવે છે. તે શ્વાન તેના માલિકના પાછા આવવાની આશાએ ત્યાં બેસે છે. ઘણીવાર શ્વાન ફિઝિયોથેરાપી વિભાગમાં પણ જાય છે પણ રાતે પાછો મોર્ચરીની બહાર આવીને બેસી જાય છે. આ શ્વાન રખડતા શ્વાનોને મળતો નથી અને સીમિત વસ્તુઓ જ ખાય છે.

રાજેશે જણાવ્યું કે, શરૂઆતમાં તો શ્વાન કશું જ ખાતો નહોતો. પણ ત્યાર પછી લોકોએ તેને બિસ્કિટ આપવાની શરૂ કરી. ડૉ. માયા ગોપાલકૃષ્ણન આ શ્વાનને ઘરનું ભોજન જમાડે છે. તેમણે જ આ શ્વાનનું નામ રામૂ રાખ્યું છે. રામૂને ઈંડા, માછલી અને ચોખા પસંદ નથી. ડૉક્ટર માયાએ જણાવ્યું કે કન્નૂરની એક મહિલાએ હોસ્પિટલનો સંપર્ક કર્યો છે અને તે રામૂને અડોપ્ટ કરવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp