કારની અંદરથી ફોટા પાડી રહી હતી યુવતી, અચાનક આવી ગયો ચીત્તો, પછી....

PC: ndtv.com

સોશિયલ મીડિયા પર પ્રાણીઓના વીડિયોને અનેક લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. સિંહ અને ચીત્તાએ કરેલા શિકારના વીડિયો તો જોયા જ હશે. આ ઉપરાંત એવા પણ વીડિયો જોયા હશે જ્યાં જંગલ સફારી દરમિયાન સિંહ રસ્તા પર આવીને બેસી ગયા હોય. તાજેતરમાં એક એવો પણ વીડિયો વાયરલ થયો છે જેમાં ચીત્તો કારચાલકની કાર પર બેસી જાય છે. આ વીડિયો કારમાં બેઠેલી યુવતીએ રેકોર્ડ કરી લીધો હતો. આ વીડિયો ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો હતો.

 

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કાર જંગલમાં ઊભી છે અને એક મહિલા મોબાઈલથી એનું શુટિંગ કરી રહી છે. ત્યારે જ એક ચીત્તો આવે છે અને કાર પર ચડી જાય છે. કારની ઉપરના રૂફટોપ પરથી તે અંદર જોવા લાગે છે. આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી. ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર સુશાંત નંદાએ આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, આ ચીત્તો છે. કોઈ આ રીતે ચીત્તાને જોઈને કેવી રીતે કુલ રહી શકે છે? આવી સ્થિતિમાં કોઈ વીડિયો કેવી રીતે રેકોર્ડ કરી શકે છે? આ વીડિયો તેમણે તા.19 એપ્રિલના રોજ શેર કર્યો હતો. અત્યાર સુધીમાં આ વીડિયો 5 હજારથી વધારે લોકોએ જોયો છે.

 

આ સાથે જ 600થી વધારે લાઈક્સ અને 100થી વધારે વખત તે રી ટ્વિટ થઈ ચૂક્યો છે. ટ્વિટર પર લોકોએ આ પોસ્ટ પર અનેક પ્રકારના પ્રતિસાદ આપ્યા હતા. જોકે, કોઈ સામાન્ય વ્યક્તિ સાથે આવી સ્થિતિ થઈ હોય તો કલાકો સુધી શરીરમાં પેસી ગયેલો ફફડાટ દૂર જ ન થાય. કારણ કે ચીત્તો એક હિંસક પ્રાણી છે. નજીક આવતા જ વ્યક્તિ આપમેળે મૌન બની જાય અને ડરવા લાગે. આટલા નજીક હોવા છતાં ચીત્તાએ કોઈ પ્રકારનો એમના પર હુમલો કર્યો ન હતો. તે શાંતિથી પછી કારની નીચે ઊતરી ગયો હતો. જોકે, આ વીડિયો ક્યાંનો છે એ સ્પષ્ટ થયું નથી. પણ વીડિયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp