હર્ષ ગોએન્કાએ શેર કર્યો મસ્ત ફોટો, કહ્યું-પરિણીત પતિ રવિવાર એન્જોય કરી રહ્યો છે

PC: ndtv.com

ક્યારેક સોશિયલ મીડિયા પર એવું ચાલી જાય છે કે, કોઈની હકીકત ઉપર પણ હસવું આવે છે. પછી એ ફોટો જુદા જુદા પ્લેટફોર્મ પર વાયરલ થાય છે. એમાં પણ જ્યારે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ આવું કંઈ મૂકે એટલે લોકો મન મૂકીને અભિવ્યક્ત કરતા હોય છે. મુદ્દો પછી ઝોમાટોના ડીલેવરી બોયનો હોય કે કોઈ ચેલેન્જ હોય. સોશિયલ મીડિયા પર સતત નવું નવું ટ્રેન્ડ થતું રહે છે. બિઝનેસ મેન હર્ષ ગોએન્કા સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય રહે છે. મસ્તી મજાક કરતી પોસ્ટ અને જોક શેર કરીને પોતાના ફોલોઅર્સનું મનોરંજન કરે છે. આ વખતે તેણે એક મસ્ત તસવીર શેર કરી હતી. જેમાં એક વ્યક્તિ લેડીઝ પર્સ અને સ્લીપર પકડી સમુદ્ર કિનારે ઊભો છે. હર્ષે આ તસવીર પર મસ્ત રિએક્શન આપ્યું છે. ફોટો જોઈને એવું લાગી રહ્યું છે કે, તે પત્ની અને તેના મિત્રો સાથે ફરવા માટે નીકળ્યો છે.

 

એની પત્ની દરિયામાં એન્જોય કરી રહી અને તે પત્ની તથા મિત્રોનો સામાન સાચવી રહ્યો છે. વ્યક્તિના ગોળામાં ત્રણ લેડીઝ પર્સ અને હાથમાં ઘણા બધા લેડીઝ ચંપલ જોવા મળે છે. જોકે, આ ઘણો જૂનો ફોટો છે. જે હર્ષ ગોએન્કાએ શેર કર્યો છે. આ ફોટો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, મેં આ પરણીત વ્યક્તિને પોતાની પત્ની અને એના મિત્રો સાથે રવિવારનો આનંદ લેતા જોયો. આ તસવીર તા.14 માર્ચના રોજ શેર કરવામાં આવી હતી.

 

આ પોસ્ટને અત્યાર સુધીમાં અઢી હજારથી વધારે લાઈક્સ મળી ચૂકી છે. 100થી વધુ વખત રીટ્વીટ કરવામાં આવ્યો છે. હજારોની સંખ્યામાં કોમેન્ટ આવી છે. જેમાં લોકોના જુદા જુદા રીએક્શન જોવા મળે છે. એક યુઝરે તો એવું લખ્યું કે, હસબન્ડને અંડરએસ્ટીમેટ કરવાની જરૂર નથી. જો પત્નીની મિત્ર સારી હોય તો ગમે તે કરાય.

 

તમને શું ખબર એન્જોયમેન્ટ અંગે? એક યુઝરે એવું લખ્યું કે, આ ફેમિલી મેન છે. તો એક યુઝરે તો એવું લખ્યું કે, આ તો કહાની ઘર ઘર કી, પણ આ ફોટોને લઈને લોકો મજા લઈ રહ્યા છે. કોઈને આને વ્યથા માની રહ્યું છે તો કોઈ ખુશી. પણ લોકો મન મૂકીને આ અંગે કોમેન્ટ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp