એક સામાન્ય પગારદાર વોચમેન આજે વર્ષે 6 કરોડનો બિઝનેસ કરે છે

PC: news24online.com

પૂર્વોત્તર રાજ્યાના આસામમાં એક ગરીબ પરિવારમા જન્મેલા યુવાને પોતાની મહેનાતથી સફળતાની સીડી ચઢી છે. બેંગલુરુમાં વોચમન, રૂમ બોય સહિતના અનેક કામો કર્યા પછી આજે પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે અને મહિને દિવસે 50 લાખ રૂપિયાની કમાણી કરે છે. વર્ષે દિવસે 6 કરોડની કમાણી કરે છે.

આસામમાં જન્મેલા દિગંતા દાસે પોતાના ગામમાં મેટ્રીક સુધીનો અભ્યાસ પુરો કર્યો, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે આગળ ભણી ન શક્યો. પરિવારની મદદ માટે બેંગલુર જઇને વોચમેની નોકરી કરી, એક હોટલમાં રૂમ સર્વિસ બોયની પણ નોકરી કરી. એ પછી Id ફ્રેશ ફુડ કંપનીમાં 5 વર્ષ કામ કર્યું. આ કંપનીએ દિંગતાની પ્રમાણિકતા અને મહેનતને ધ્યાનમાં રાખીને અનેક વખત પ્રમોટ કર્યો. 2017માં દિંગતાએ પોતાની ડેઇલી ફ્રેશ ફુડ નામની કંપની ચાલું કરી અને પેક્ડ પરોઠાનો બિઝનેસ શરૂ કર્યો, જે આજે જાણીતો બિઝનેસ બની ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp