આ ગામમાં છોકરીઓના લગ્નમાં બાધા બન્યા છે વાનરો
શું તમે કયારેય એવા ગામનું નામ સાંભળ્યુ છે જ્યાં છોકરાઓ લગ્નનું નામ સાંભળીને જ ભાગવા લાગતા હોય? છોકરાઓને માત્ર એટલું કહી દો કે તમારા લગ્ન આ ગામે થવાના છે અને પછી જુઓ. આટલું સાંભળીને જ છોકરાઓ ભાગી જતા હોય છે. હવે તમારા મનમાં સ્વભાવિક રીતે એવો સવાલ ઉભો થાય કે, એવું તો એ ગામ કેવું હશે જેનું નામ સાંભળીને જ છોકરાઓ લગ્ન કરવાની ના પાડી દે છે ? શું ત્યાં ડાકુઓ કે ગુંડાઓનિં રાજ છે? જો તમે આવુ વિચારતા હો તો ખોટા છો.
બિહારના ભોજપુર જિલ્લાના રતનપુર ગામમાં કોઇ પણ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવો સરળ નથી. તમને જણાવી દઇએ કે, અહીં કોઈ ગુંડાઓના કારણે નહીં પણ વાંદરાઓના આતંકના કારણે કોઇપણ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડી શકાતો નથી. ગામમાં માણસોની વસ્તી કરતા વાંદરાઓની વસ્તી વધારે છે. વાંદરાઓનો ડર દરેક કાર્યક્રમમાં રહે છે. પછી જન્મ દિવસ હોય, લગ્ન હોય કે પછી બીજા કોઇ કાર્યક્રમ હોય.. દરેક જગ્યાએ વાંદરાઓનો ઉત્પાત રહે છે.
વાંદરાઓ જયારે ટોળામાં ગામમાં પહોંચે છે તો ગામમાં અફરાતફરીનો માહોલ બની જાય છે. દરેક વ્યક્તિના ચહેરા પર ડર જોવા મળે છે. ભોજન બગાડવાની સાથે વાંદરાઓ કાર્યક્રમની જગ્યાએ પણ ઉત્પાત મચાવવાની સાથે તોડફોડ પણ કરતા હોય છે. વાંદરાઓના ઉત્પાત અને કીકીયારીઓથી કાર્યક્રમમાં આવેલા મહેમાનો ભાગવામાં જ ભલું સમજે છે. જે કાર્યક્રમમાં મહેમાનો જ ભાગી જતા હોય તેવી જગ્યાએ કયો છોકરો લગ્ન કરવાનું પસંદ કરે? વરરાજા દૂર રહીને વાંદરાઓનો ઉત્પાત જોતો જ રહી જાય છે.
જયારે પણ રતનપુર ગામથી કોઈ યુવતીના લગ્નનો પ્રસ્તાવ જાય છે ત્યારે વાંદરાઓના ઉત્પાતને ધ્યાનમાં રાખીને વર પક્ષ પ્રસ્તાવને નકારી દે છે. જોકે એવું નથી કે ત્યાંનું તંત્ર આ વાંદરાઓ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન નથી કરી રહ્યા. તંત્રએ વાંદરાઓને પકડવાના તમામ પ્રયાસો કર્યા છે. તેમ છતાં વાંદરાઓની વધતી જતી સંખ્યા પર રોક લગાવી શકી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp