આ કચરા ઉદ્યોગપતિને જોઈતી હતી ગોરી દુલ્હન, લોકોએ ઝાટકી નાખ્યો

PC: huffingtonpost.com

આપણા દેશના લોકો કેટલા પ્રગતિશીલ છે, તે વાતનો અંદાજ લગાવવો કોઈ મુશ્કેલ કામ નથી. બસ તમારે રોજ સમાચારપત્રમાં લગ્નની એડ જોતી રહેવી જોઈએ. અહીં ન માત્ર પુરુષ ડોમિનેટ સમાજનું ચિત્ર જોવા મળે છે પરંતુ તેની સાથે મહિલાઓને તેમના લુક્સને કારણે નીચુ દેખાડવાની કોશિશ પણ કરવામાં આવે છે. કોઈને લાંબી, પાતળી તો કોઈને ગોરી દુલ્હન જોઈએ છે. કેટલાક લોકો તો કટ્ટર દેશભક્ત દુલ્હનની માગણી કરતા હોય છે. એક ભાઈસાહેબે તો એવી દુલ્હનની ફરમાઈશ કરી કે, જેને સોશિયલ મીડિયાની લત્ત ના હોય. આ સિલસિલો હજુ પણ ચાલુ જ છે. તેના તાજા ઉદાહરણ તરીકે એક ઈફ્લુઅન્ટ ઈન્ડ્સ્ટ્રીયાલિસ્ટ તરફથી આપવામાં આવેલી આ લગ્નની એડ છે. જેમાં તેમને ગોરી દુલ્હનની તલાશ છે.

પરંતુ આ એડમાં એક દાવ થઈ ગયો છે. ગોરી દુલ્હનની માગણી કરનાર આ મહાશયે એડમાં એક સ્પેલિંગ ખોટી લખી દીધી, જેનાથી ન માત્ર અર્થનો અનર્થ થઈ ગયો પરંતુ સોશિયલ મીડિયા પર ધરાઈને તેની મજાક ઉડાવવાની તક પણ આપી દીધી છે. તમારામાંથી જે લોકો નથી જાણતા, તેમના માટે ઈફ્લુઅન્ટનો મતલબ લિક્વિડ કચરો થાય છે, જે મુખ્ય રીતે કારખાના અને સુવેજમાંથી આવે છે, જેને નદી અથવા અન્ય જળ નિકાસમાં ડિસ્ચાર્જ કરવામાં આવે છે.

બસ પછી વિચારવું શું, સોશિયલ મીડિયા પર બેઠેલા લોકો આવા તકની જ રાહ જોઈને બેઠા હોય છે. આ એડની બરાબરની મજાક ઉડાવવાની સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગઈ. લોકોએ કહ્યું કે, ખરેખરમાં આ વ્યક્તિ પોતાને અફ્લુઅન્ટ એટલે કે સંપન્ન લખાવવા માગતો હતો પરંતુ એક ખોટી સ્પેલિંગને કારણે આ વ્યક્તિની આખી ઓળખ જ બદલાઈ ગઈ.

આ ભૂલ ભલે મજાકનો વિષય બની ગયો હોય પરંતુ આ વિષય કોઈ મજાક કરવાનો નથી. જે દેશમાં અડધા ઉપરની વસ્તીનો મોટો ભાગ સાંવલા રંગનો હોય, ત્યાં રંગભેદનું આવું ઝેર આખી દુનિયા માટે ચોંકાવનારું છે. આ મૂર્ખતા તો છે જ પરંતુ સાથે તમારી ઓળખ માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. આજે પણ આપણા સમાજમાં છોકરો ભલે ગમે તેવો હોય પરંતુ ઘરવાળાને છોકરી એકદમ સંસ્કારી, ગોરી અને સામે જવાબ ન આપતી હોય તેવી જ જોઈતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp