ડિવોર્સના 5 વર્ષ બાદ ફરી એ જ મહિલા સાથે લગ્ન કર્યા, વાયરલ છે આ લવ સ્ટોરી

PC: facebook.com

પ્રેમમાં ઘણીવાર ગેરસમજની ચાદર ફેલાઈ જાય છે, પણ જેવી તે ઉતરે છે એ પ્રેમ સૂરજની જેમ ચમકી ઉઠે છે. આવા પ્રકારની જ એક સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ સ્ટોરી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રહેનારા વિજય જેસવાલ અને તેની પત્નીની છે. વિનયે તેનો ફેસબુક પર આ સુંદર સ્ટોરી શેર કરી છે. પત્ની સાથે ડિવોર્સના 5 વર્ષ પછી કંઇક એવું થયું કે બંને એકસાથે આવી ગયા અને બીજી વાર લગ્ન પણ કરી લીધા.

વિનય જેસવાલ અને પૂજા ચૌધરીએ ડિવોર્સના 5 વર્ષ બાદ ફરી એકવાર લગ્ન કરી લીધા છે. 2012માં લગ્ન થયા બાદ બંનેના સંબંધમાં મુશ્કેલીઓ આવવા લાગી. બંનેના ડિવોર્સ થયા હતા. પણ વિનયની બીમારી આ જુદા થયેલા કપલને ફરી એકવાર સાથે લઈ આવી. બંનેએ હવે ફરી એકવાર 11 વર્ષ બાદ લગ્ન કરી લીધા છે.

વિનય જેસવાલે પોતાની ફેસબુક પોસ્ટમાં લગ્નીની તસવીરો શેર કરતા લખ્યું કે, 11 વર્ષ પછી ફરીથી સાથે થવાનો નિશ્ચય કર્યો અને પરિવારના સભ્યોની મોજૂદગીમાં રીતિ-રિવાજની સાથે લગ્ન કર્યા અને મેરેજ રજિસ્ટ્રેશનની સાથે ડિવોર્સની ડિગ્રીને શૂન્ય કરી દીધી. અમે બંને એકબીજા સાથે છીએ.

આ રીતે હ્યદય પરિવર્તન થયું

વિનયે પોતાની પોસ્ટમાં આગળ જણાવ્યું કે, તેમના લગ્ન 2012માં થયા હતા. પણ અમુક ગેરસમજને કારણે 2018માં તેમના ડિવોર્સ થઇ ગયા. બંનેના રસ્તા જુદા થઇ ગયા. પણ આની વચ્ચે વિનયને હાર્ટ એટેક આવી ગયો અને તેની જાણકારી વિનયની પૂર્વ પત્નીને થઇ, તો તેનાથી રહેવાયું નહીં. તે વિનયનું ધ્યાન રાખવા જતી રહી. વિનયે પોતાની પોસ્ટમાં લખ્યું કે, તેની ઓપન હાર્ટ સર્જરી પછી સીસીયૂથી લઈને ઘર સુધીની રિકવરી દરમિયાન તેની પત્નીએ સાથ આપ્યો. હાર્ટ એટેકે બંનેના દિલોની વચ્ચે રહેલા અંતરને દૂર કર્યું અને બંને ફરીએકવાર સાથે આવી ગયા.

વિનયે જણાવ્યું કે, બંનેએ ડિસેમ્બર 2012માં લગ્ન કર્યા હતા અને પરસ્પર સંમંતિથી અમારી વચ્ચે 2018માં ડિવોર્સ થયા હતા. ડિવોર્સના દિવસે અમે બંનેએ એકસાથે ડિનર કર્યું હતું અને એકબીજાને અલવિદા કહ્યું હતું. આટલા વર્ષો દરમિયાન સંવાદ તૂટી ગયો હતો. પણ દિલના તાર નહોતા તૂટ્યા. માટે હાર્ટ એટેક આવ્યો તો પૂજા ભાગીને મારી પાસે આવી અને મારું ધ્યાન રાખ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp