આ મહિલા કોઇ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ IAS છે, જાણો કેમ થઇ રહ્યા છે તેમના વખાણ

PC: awsomegyan.co

થોડા પણ લાઈફમાં આગળ વધવા પર અથવા પૈસા આવવા પર લોકો ઘણી વખત પોતાની સંસ્કૃતિને ભૂલી જાય છે. પરંતુ આપણે એક વાત યાદ રાખવી જોઈએ કે જે લોકોને સફળતા મળી હોવા છત્તાં ધરતી સાથે જોડાયેલા રહે તેમને સફળતા નિરંતર મળતી રહે છે. જ્યાં આજકાલ લોકો પશ્ચિમી સભ્યતાને અપનાવવાની હોડમાં પોતાની સંસ્કૃતિને ભૂલવા લાગ્યા છે તેવામાં રાજસ્થાનની એક એવા મહિલા જે IAS બન્યા પછી પણ પોતાની સંસ્કૃતિને ભૂલ્યા નથી. તો ચાલો જોઈ લઈએ તેની સ્ટોરી અંગે.

આ મહિલા IASનું નામ છે મોનિકા યાદવ, જે રાજસ્થાનના સીકર જિલ્લાના શ્રીમાધોપુર તાલુકાના ગામ લિસાડિયાની રહેનારી છે. આજકાલ સોશિયલ મીડિયા પર તેનો એક ફોટો ઘણો વાયરલ થઈ રહેલો જોવા મળે છે. જેમાં IAS મોનિકા પરંપરાગત રાજસ્થાની કપડાંમાં જેમાં માથા પર ચાંદલો અને ખોળામાં એક નાનકડાં બાળકની સાથે જોવા મળી રહી છે. IAS અધિકારી મોનિકા યાદવ જે 2014ના બેચની IAS અધિકારી છે. તેનો ફોટો જોતા એવું લાગે છે કે કોઈ ગામની સામાન્ય મહિલા છે, પરંતુ સચ્ચાઈ એ છે કે તે એક મહિલા IAS ઓફિસરનો ફોટો છે. તેણે પોતાના આ ફોટા દ્વારા લોકોને સંદેશો આપ્યો છે કે તમે ભલે ગમે તેટલા મોટા કેમ ન થઈ જાઓ, તમારે તમારી સંસ્કૃતિ અને પરંપરાને ક્યારેય છોડવી નહીં અને ભૂલવી નહીં. મોનિકાનો જન્મ ગામમાં થવાને કારણે તેનું પાલન-પોષણ પણ સંપૂર્ણ રીતે ગ્રામીણ પરિવેશમાં જ થયો છે.

તેના પિતાનું નામ હરફૂલ સિંહ યાદવ છે, જેઓ એક સીનિયર IPS અધિકારી છે અને પોતાના પિતા પાસેથી જ પ્રેરણા લઈને મોનિકાએ સિવિલ સર્વિસમાં પોતાની સેવા આપવાનું નક્કી કર્યું હતું અને તેણે પહેલા જ પ્રયાસમાં 403મો ક્રમ મેળવીને સફળતા મેળવી હતી.

મોનિકાના લગ્ન પણ IAS ઓફિસર સુશીલ યાદવ સાથે થયા છે, જે હાલમાં મોટા સરકારી પદ પર કાર્યરત છે. જ્યારે મોનિકાએ પોતાની પુત્રીને જન્મ આપ્યો હતો તે સમયનો આ ફોટો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. પુત્રીના જન્મની સાથે સાથે તેણે નોકરીની જવાબદારીને પણ ઘણી સારી રીતે નિભાવી છે. મોનિકા હંમેશા પોતાની સંસ્કૃતિ અને પોતાની પરંપરાઓ સાથે જોડાયેલી રહી છે. IAS મોનિકાનો જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે IAS મોનિકા યાદવ ગામ મિલાડિયા શ્રીમાધોપુરની લાડલી. સાદગી ભરેલો ફોટો પહેલી વખત કોઈ IASનો. જય હિંદ જય ભારત. લોકો IAS મોનિકાને પુત્રીના જન્મ પર શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ રીતે IAS મોનિકા પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓનું પાલન કરીને એક સાચ્ચી દેશભક્ત હોવાનું ફરજ અદા કરી રહી છે. તેની આ દેશ ભક્તિ પર આખા દેશને ગર્વ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp