બાળકોને કંઈ ઉંમરમાં આપવા જોઈએ ફોન? રોનાલ્ડો પણ પેરેન્ટ્સને આપી ચૂક્યો છે સલાહ

PC: chla.org

ઓસ્ટ્રેલિયામાં જલદી જ બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લાગી શકે છે, જેના માટે ઓસ્ટ્રેલિયાની સરકાર એક કાયદો બનાવવાની તૈયારી કરી રહી છે. તેનું ઉદ્દેશ્ય બાળકોને સોશિયલ મીડિયાના ખતરનાક પ્રભાવોથી બચાવવાનું છે. સાથે જ તેમને વર્ચુઅલ વર્લ્ડની જગ્યાએ રિયલ દુનિયામાં રાખી શકાય. આ બેન 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર લાગૂ થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે X પર જાહેરાત કરતા જણાવ્યું કે, સરકાર બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની લઘુત્તમ વયમર્યાદા નક્કી કરવાની દિશામાં કામ કરશે અને બાળકો પર સોશિયલ મીડિયા એપ્સના ઉપયોગ પર બેન લગાવવા માટે કાયદો બનાવશે.

આ પ્રતિબંધ બાળકો માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગને સીમિત કરશે. ઓક્ટોબરના અંત સુધી બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગની સીમા નક્કી કરી લેવામાં આવશે. રિપોર્ટ્સ મુજબ, આ સીમા 14 વર્ષ કે 16 વર્ષ હોય શકે છે. ઓસ્ટ્રેલિયન સરકાર મુજબ આ કાયદો 2024ના અંત સુધીમાં પાસ થઈને લાગૂ થવાની આશા છે. અલ્બનીઝે કહ્યું કે, હું બાળકોને ઈલેક્ટ્રોનિક્સ ડિવાઇસોથી દૂર ફૂટબોલના મેદાન અને સ્વિમિંગ પુલ અને ટેનિસ કોર્ટ પર જોવા માગું છું.

તેમણે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે બાળકો વર્ચ્યુઅલ નહીં, પરંતુ રિયલ વર્લ્ડમાં રિયલ લોકો સાથે રહે કેમ કે સોશિયલ મીડિયા સમાજને નુકસાન પહોંચાડી રહ્યું છે. ઓસ્ટ્રેલિયન સરકારે કહ્યું કે બાળકો પર સોશિયલ મીડિયાનો પ્રભાવ સિગારેટ કે દારૂથી અલગ નથી, તેઓ તેના ઉપયોગને સીમિત કરવાની દિશામાં કામ કરી રહી છે. દુનિયાભરના ડૉક્ટર અને મનોવૈજ્ઞાનિકોનું પણ કહેવું છે કે સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખતરનાક હોય શકે છે.

એ બાળકોમાં અવસાદનું પણ કારણ બને છે. આ જ કારણ છે કે ઓસ્ટ્રેલિયા અગાઉ સ્વીડનમાં પણ 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મોબાઈલ જોવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. મોબાઈલ અને ઇન્ટરનેટની દુનિયામાં ઉપસ્થિત લાખો સોશિયલ મીડિયા એપ્સની જાળમાં બાળકો ફસાવાથી બાળકો માટે યુરોપ અને ઘણા એશિયન દેશમાં એવા પગલાં ઉઠાવવામાં આવ્યા છે. થોડા દિવસ અગાઉ મહાન ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનલ્ડોનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં તે બતાવે છે કે તેણે પોતાના 11 વર્ષીય દીકરાને ફોન કેમ નહોતો આપ્યો, જે તેના માટે એક શાનદાર ગિફ્ટ હોય શકે છે.

તેણે કહ્યું કે, મેં વિચાર્યું આ પ્રકારે રોનાલ્ડો જુનિયર પોતાની ઉંમરના બાળકોની જેમ ટેક્નિક પ્રત્યે ઝનૂની થઈ શકે છે. મારો સૌથી મોટો બાળક જલદી જ 12 વર્ષનો થવાનો છે અને તે મને દરેક વખત પૂછે છે. ડેડી શું મને એક ફોન મળી શકે છે. શું મને એક ફોન મળી શકે છે. હું પણ જાણું છું કે આ યુવા પેઢી પોતાની ઉંમરથી એક પગલું આગળ છે એટલે હું સહમત છું કે આપણે તેનો ફાયદો ઉઠાવવો જોઈએ, પરંતુ ટેક્નિક પ્રત્યે ઝનૂની ન થવું જોઈએ. તેમને થોડા સમય માટે મોબાઈલ આપો, પરંતુ દરેક સમયે ઉપયોગ કરવા ન દો. હું પોતાના દીકરાને એ સમજાવવાનો પ્રયાસ કરું છું કે તે જે કંઇ પણ ઈચ્છે છે, તેને મેળવવું સરળ નથી. શિક્ષણ જ એ સૌથી સારી વસ્તુ છે જે હું તેને આપી શકું છું.

રોનલ્ડોએ એક અન્ય વીડિયોમાં કહ્યું હતું કે, તે પોતાના બાળકોને એટલે પણ ફોન નથી આપતો કેમ કે તેનાથી તેઓ પોતાની પૂરી ક્ષમતાને ક્યારેય ઓળખી નહીં શકે. અત્યારે તે દોડવા જાય છે, રમવા જાય છે. તમને જાણીને હેરાની થશે કે, બિલ ગેટ્સે 2007માં પોતાની દીકરીના ફોન જોવાનો સમય ફિક્સ કરી દીધો હતો કેમમ કે તેમની પુત્રીને વીડિયો ગેમ્સની લત થવા લાગી હતી, જેનાથી તેનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગ્યું હતું. તેમણે પોતાના બાળકોને 14 વર્ષની ઉંમર સુધી સેલ ફોન લેવા ન દીધા. સ્ટીવ જોબ્સ જે 2012માં પોતાના મોત સુધી એપલના CEO હતા, તેમણે 2011માં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમણે પોતાના બાળકોને હાલાં જ લોન્ચ થયેલા આઇપેડનો ઉપયોગ કરવાની ના પાડી દીધી હતી.

તેમણે કહ્યું કે, અમે પોતાના બાળકોને ઘર પર કેટલી ટેક્નિકનો ઉપયોગ કરવાનો છે એ સીમિત કરી દઈએ છીએ. આજે ભારત સહિત ભારત સહિત આખી દુનિયામાં ખૂબ નાની ઉંમરમાં બાળકો ફોનનો ઉપયોગ શરૂ કરી દે છે. ભારતમાં મોટા ભાગે માતા-પિતા પોતાના 1-2 વર્ષના બાળકોને પણ ફોન પકડાવી દે છે. અહી સુધી કે, કેટલાક ઘરોમાં બાળકો ફોન આપ્યા વિના ખાવાનું પણ ખાતા નથી. તેની ખરાબ અસર એ થાય છે કે બાળકો શારીરિક રૂપે નબળા થઈ જાય છે, પરંતુ તેમની સમજવા-વિચારવાની ક્ષમતા અને રચનાત્મકતા પણ ધીરે ધીરે ખતમ થઈ જાય છે.

સોશિયલ મીડિયાનો નકારાત્મક પ્રભાવ:

ડૉક્ટર મધુર રાઠીએ બાળકો પર પડતો સોશિયલ મીડિયાના નકારાત્મક પ્રભાવ પણ ગણાવ્યા.

સોશિયલ મીડિયાની લત તમારા મગજ પર માઠી અસર નાખે છે. તેનાથી બાળકોને ઊંઘની સમસ્યા થઈ શકે છે.

સોશિયલ મીડિયા પર મોટા ભાગનો સમય વિતાવવાથી ચિંતા અને અવસાદ હોય શકે છે.

સોશિયલ મીડિયા પર બાળકો ઘણી વખત બીજા બાળકો પાસે એવા રમકડાં અને ગેઝેટ્સને જુએ છે જે તેમની પાસે હોતા નથી, જેનાથી તેમની અંદર તેને મેળવવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે, જેથી સોશિયલ મીડિયા એગ્ઝાઇટી ડિસઓર્ડર થઈ શકે છે.

બળકોને સોશિયલ મીડિયાથી કઇ રીતે દૂર રાખવા?

માતા-પિતા પોતાના બાળકોની પસંદ નાપસંદ અને તેવો બાબતે સારી રીતે જાણતા હતા. એવામાં માતા-પિતાએ સૌથી પહેલા પોતાના બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ કરવો જોઈએ, જેના માટે તેઓ આ રીતોને અજમાવી શકે છે.

બાળકોને ઇનડોર અને આઉટડોર એક્ટિવિટીઝ માટે પ્રોત્સાહિત કરો. તેમને પાર્કમાં લઈ જાવ અને અલગ અલગ રમતોથી તેમને પરિચિત કરાવો. તેમને બીજા બાળકો સાથે રમવા માટે પ્રોત્સાહિત કરો.

જ્યારે બાળકો ઘરમાં હોય તો તેમને ચેસ, બોર્ડ ગેમ, વર્ડ ગેમ્સ, સંતા કૂકડી, અંતાક્ષરી જેવી મજેદાર ઇનડોર ગેમ્સ માટે પ્રેરિત કરો, જેમાં તમે પણ તેમની સાથે સામેલ થઈ શકો.

તમારા બાળકોને પુસ્તકોની દુનિયાથી રૂબરૂ કરાવો. તેમને કાલ્પનિક, સાહસ, રોમાંચક કહાનીઓથી લઈને બાયોગ્રાફીઓ વાંચવા દો.

પોતાના બાળકોની અંદર પરીક્ષણ પ્રત્યે રુચિ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરો. તમે તેમને વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી સાથે જોડાયેલી કિટ્સ લાવીને આપો અને તેમને નવા આવિષ્કાર કરવા માટે પ્રેરિત કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp