26th January selfie contest

લગ્નમાં આ 150 ગામમાં બેન્ડવાજા વગાડવામાં નથી આવતા, કારણ જાણીને તમે પણ કહેશો વાહ

PC: news18.com

ચંબલ ઘાટીના ડાંગ બંદૂક બાગી ઊંચા નીચા ટેકરા, પછાત વિસ્તારો માટે ઓળખાય છે. અહીંની જમીની હકીકત કંઈક બીજી જ છે. અહીં અંદાજે 150 ગામ એવા છે, જે ગત અંદાજે 10 વર્ષોથી લગ્નમાં બેન્ડવાજા વગાડતા નથી, આટલું જ નહીં કરિયાવરને પણ પૂરી રીતે ખતમ કરી દીધું છે. જિલ્લાના ડાંગ વિસ્તાર સહિત અન્ય ક્ષેત્રના અંદાજે 150 ગામોમાં ગુર્જર સમાજના મહત્તમ લોકો આર્થિક રૂપથી નબળા છે. સામાજિક દબાણના કારણે લગ્ન અને તેરમા જેવા આયોજનોમાં પણ કેટલાક પૈસાવાળા લોકોના પ્રમાણે ખર્ચો કરવો પડતો હતો, જેના કારણે લોકો દેવામાં ડૂબી જતા હતા.

આના પર ગુર્જર સમાજના સિદ્ધ પુરુષ શ્રી હરિ ગિરિ બાબાએ અંદાજે 10 વર્ષ પહેલા બાડીમાં સમગ્ર જિલ્લાના ગુર્જર સમાજની બેઠક બોલાવી. બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો કે, સમાજના કોઈ પણ લગ્નમાં બેન્ડ વગાડવામાં નહીં આવશે, તેના સ્થાને બે પિપાડીઓ વગાડવામાં આવશે.  

સાથે જ લગ્ન દરમિયાન કરિયાવરમાં 3 તોલા સોનું અને 5થી વધુ સાડી નહીં લઇ જશે. તેરમામાં પાંચ મણથી વધુ લોટનું જમણ નહીં બનાવાશે. આનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને સમાજના પંચ-પટેલ બહિષ્કાર કરશે અને દંડ નક્કી કરશે. ત્યારથી આ કુપ્રથાઓ ડાંગ સહિત જિલ્લાના અંદાજે 150 ગામોના ગુર્જર સમાજમાં પૂરી રીતે બંધ છે.

સામાજિક દબાણમાં માગીને લઇ જવો પડતો હતો કરિયાવર

ગુર્જર સમાજના લોકોએ જણાવ્યું કે, સમાજમાં અધિકાંશ લોકો આર્થિક રૂપથી નબળા છે. લોકો સામાજિક દબાણમાં બીજા પાસેથી ઉધાર માગીને ઘરેણા કરિયાવરમાં આપવામાં આવતા હતા. આ જ કારણે ગરીબ લોકો સમગ્ર લગ્ન દરમિયાન કરિયાવરના સુરક્ષાની ચિંતા રહેતી હતી, જે ખૂબ જ પરેશાનીથી ભરેલું હતું. જો કોઈ કરિયાવર લઈને જતું ન હતું, તો સમાજમાં તેણે નીચી દ્રષ્ટિથી જોવામાં આવતું હતું, આના પર લગામ લગાવવાથી લોકોને રાહત મળી છે.

સિદ્ધ પુરૂષની અવાજથી નાબુદ થઇ કુપ્રથાઓ

સિદ્ધ પુરૂષ હરિગિર બાબાની જિલ્લાના ગુર્જર સમાજમાં સારી માન્યતા છે. ચંબલ કિનારે તેમનું આશ્રમ છે અને તેની પાસે જ મોટા પુરા મોરોલીમાં તેમનું મંદિર બન્યું છે. કહેવામાં આવે છે કે, બાબાના દરેક દર્શન નથી આપતા, જે સાચા મનથી જાય છે, તેણે જ દર્શન થાય છે. તેમણે જ જિલ્લાના ગુર્જર સમાજની સૌથી પહેલી બેઠક બોલાવી હતી. બાબાએ પ્રસ્તાવ રાખ્યો તો એક સ્વરમાં જ બધાએ મનથી સ્વીકાર કરી લીધું, જેનું તમામ પાલન પણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp