ભારતીયોની પાન-માવાની પિચકારીઓથી 211 સ્વીમિંગ પુલ ભરાઇ જાય! જાણો ગુજરાતીઓનો ક્રમ

PC: timesofindia.indiatimes.com

ભારતમાં પાન, ગુટકા અને માવા ખાવાનું કલ્ચર એકદમ સામાન્ય છે. આવા વ્યસનીઓ જયાં ત્યાં પિચકારીઓ મારવાની આદતને કારણે ગંદકી ફેલાય છે. આ સમસ્યા એટલી ગંભીર છે કે કોલકત્તાનો આઇકોનિક  હાવડા બ્રિજનું તુટી પડવાનું જોખમ ઉભું થયું હતું. આંકડાને રસપ્રદ તરીકે રજૂ કરનાર સોશિયલ મીડિયા હેંડલ ઇન્ડિયા ઇન પિક્સલ્સએ ભારતીયોની પિચકારી મારવાની ટેવને રોચક રીતે રજૂ કરી છે. તેના કહેવા મુજબ ભારતમાં પાન- માવા ખાઇને લોકો એટલું થુંકે છે કે તેને કારણે 211 ઓલિમ્પિક પુલ ભરાઇ જાય.

ઇન્ડિયા ઇન પિક્સલ્સે નેશનલ સેમ્પલ સરવેના હાઉસ હોલ્ડ કંઝમ્પશનના આંકડાનો સહારો લીધો છે. આ સરકારી આંકડા વર્ષ 2011-12ના છે. એક રિપોર્ટ મુજબ પાન કે માવા ખાઇને મારવામાં આવતી પિચકારીનું વજન 39.55 ગ્રામ હોય છે અને તેની ડેન્સિટી 1.1 ગ્રામ પ્રતિ મિલીલીટર હોય છે. ઓલિમ્પિકના સ્વીમિંગ પુલની ક્ષમતા 25 લાખ લીટર હોય છે. આ આંકડાઓને આધાર બનાવીને આની ગણતરી કરવામાં આવી તો જાણવા મળ્યું કે દર વર્ષે ભારતીયો જે પાન- માવાની પિચકારી મારે છે તેનાથી 211 ઓલિમ્પિક કક્ષાના સ્વીમિંગ પુલ ભરાઇ જાય.

ઇન્ડિયા ઇન પિકસલ્સે રાજ્ય મુજબના આંકડા  પણ આપ્યા છે. તેના કહેવા મુજબ પાન ખાઇને થુંકવાવામાં ઉત્તર પ્રદેશ પહેલાં નંબર પર છે. એકલું ઉત્તર પ્રદેશ જ પિચકારીથી 46.37 સ્વીમિંગ પુલ ભરી શકે છે. બીજા નંબરે બિહાર છે તે 31.33 પુલ ભરી શકે અને ત્રીજા નંબરે છે ઓડીશા અહીંના લોકો 28.37 સ્વીમિંગ પુલ ભરી શકે છે. માત્ર આ 3 રાજ્યો મળીને જ દર વર્ષે 105 સ્વીમિંગ પુલ ભરી શકે.

પશ્ચિમ બંગાળમાં પણ આ સમસ્યા ગંભીર છે. આ રાજ્યના લોકો 21.94 સ્વીમિંગ પુલ ભરી શકે. કોલકત્તામાં 10 વર્ષ પહેલાં આ સમસ્યાને કારણે હાવડા બ્રિજ તુટી પડવાનું જોખમ ઉભું થયું હતુ. બીબીસીના એક રિપોર્ટમાં જણાવાયું હતુ કે પાન અને ગુટકાં ખાઇને થુંકવાને કારણે હાવડા બ્રિજનો સ્ટીલ બેઝ અડધો થઇ ગયો હતો. આ રિપોર્ટમાં કોલકાત્તા પોર્ટ ટ્રસ્ટના તત્કાલીન ચેરમેન એમ એલ મીણાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે લોકોએ માત્ર 3 વર્ષમાં પિચકારી મારીને પુલના હેંગર બેઝને અડધો કરી નાંખ્યો છે. એને બચાવવા માટે પુલના બેઝને ફાયબર ગ્લાસથી ઢાંકવાની ફરજ પડી છે.

ઇન્ડિયા ઇન પિકસલ્સના સરવેમાં જણાવ્યા મુજબ દેશના નાના રાજ્યો નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ પિચકારી મારવાના મામલામાં દેશના મોટા રાજ્યો મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકથી પણ આગળ છે. ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મૂ-કશ્મીર મળીને જેટલાં સ્વીમિંગ પુલ ભરાઇ જાય તેટલું માત્ર તમિલનાડુના એક રાજ્યમાંથી ભરાઇ જાય.

નવાઇની વાત એ છે આખા સરવેમાં ગુજરાતનું નામ કયાંય નથી.

જો કે કેટલાંક યૂઝર્સનું કહેવું છે કે જે ફોર્મ્યૂલાના આધારે ગણતરી કરવામાં આવી છે તેને સાયન્ટિફીક માની શકાય નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp