આવક વધુ ન હોવા છતા 20 વર્ષોથી નિર્દોષ પશુઓને ખાવાનું ખવડાવી રહ્યા છે સુજીત

PC: thebetterindia.com

આજના સમયમાં ખાવા માટે જો સૌથી વધુ મુશ્કેલી કોઈને પડી રહી હોય તો તે જાનવરોને છે. તેમના ચરવાની જગ્યાઓ પર મકાનો બંધાઇ ગયા છે, તેના કારણે ભટકતા જાનવરોને ખાવાનું નથી મળી રહ્યું. પરંતુ બિહારના દરભંગા જિલ્લાના સુજીત ચૌધરીને તેમની ચિંતા છે અને તેઓ રસ્તા પર આ જાનવરો માટે ખાવાનું લઈને નીકળી પડે છે.

દરભંગા જિલ્લાના દુલારપુર ગામ નિવાસી સુજીત ચૌધરી આ કામ કોઈ પહેલીવાર નથી કરી રહ્યા. તેઓ તેને માનવતા માનીને આશરે 18-20 વર્ષોથી આ કામમાં જોડાયેલા છે. તેમનું માનવું છે કે, મનુષ્યોએ પશુઓને ઉપભોગનું સાધન બનાવી દીધા છે. આપણે પ્રકૃતિના સ્વભાવથી વિપરિત તેનો ઉપયોગ કરીએ છીએ. મનુષ્ય વર્ષો પહેલા પોતાની જરૂરિયાતો પ્રમાણે જાનવરોને જંગલમાંથી લઈ આવ્યા. જેમકે જે કુતરાનું કામ શિકાર કરવાનું હતું, આપણે તેને પાલતુ બનાવી દીધા. ગાયને આપણે પોતાના ઉપભોગ માટે ખૂંટા સાથે બાંધી દીધી. સુજીતનું માનવું છે કે, આપણે જો તેમને લઈ આવ્યા, તો તેમની દેખરેખ રાખવી એ પણ આપણું જ કર્તવ્ય છે અને હું આશરે 2 દાયકાથી આ જ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

સુજીત ઘણા રાજ્યોમાં પશુઓની તસ્કરીથી લઈને તેમની દેખરેખનું કામ કરે છે. સુજીત ચૌધરીનું કહેવું છે કે, તે BSF અને SSBની સાથે મળીને પશુ તસ્કરી વિરુદ્ધ સતત કામ કરે છે. તેઓ બિહાર, બંગાળ, ઓડિશા, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને હરિયાણામાં પશુઓ માટે કામ કરવા માટે જાય છે. તેમનું કહેવુ છે કે, અત્યારસુધીમાં તેમણે બીએસએફ અને એસએસબીની સાથે મળીને આશરે 1.5થી 2 લાખ ગૌવંશ, 7-8 હજાર કૂતરા અને આશરે 600 ઉંટોની રક્ષા કરી છે. તેઓ પશુઓની રક્ષાની સાથોસાથ સ્થાનિક લોકોમાં જાગૃતતા ફેલાવવાનું પણ કામ કરે છે. રેસ્ક્યૂ કરવામાં આવેલા જાનવરોની સારસંભાળમાં તેમને સ્થાનિક લોકોની પણ મદદ મળે છે.

એક સામાન્ય પરિવારના સુજીત ચૌધરી માટે આ રાહ પસંદ કરવી એટલી સરળ નહોતી. તેમનું કહેવું છે કે, આજે પણ પરિવારના લોકો તેમને કમને જ સમર્થન આપી રહ્યા છે. સુજીત કહે છે કે, પરિવારજનોની ઈચ્છા હતી કે હું પણ અન્ય લોકોની જેમ કમાઈને ભૌતિક સુખ-સુવિધાનો ઉપભોગ કરું. અમારી પાસે પણ ઘણા બધા પૈસા હોય. પરંતુ આ બધુ મારા માટે પ્રાથમિકતા નથી. જીવન જીવવા માટે જેટલું આવશ્યક છે તેટલું હું સરળતાથી કમાઈ લઉં છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp