જ્યૂસ મશીનમાં આવી ગયેલા અક્ષયના બંને હાથ, છતા હાર ન માની બન્યો વકીલ, જાણો સ્ટોરી

PC: news18.com

હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના ગામ મૈડીના રહેનારા અક્ષયએ દિવ્યાંગતાને હરાવીને પોતાના સપનાને પૂરા કરવામાં સફળતા હાંસલ કરી છે. એક દુર્ઘટનામાં પોતાના બંને હાથ ગુમાવી દીધા પછી પણ અક્ષયે પોતાની મહેનતના દમ પર બીએ એલએલબીનો અભ્યાસ પૂરો કર્યા પછી હવે કોર્ટમાં વકીલાત શરૂ કરી છે. અસલમાં જ્યારે અક્ષય સાતમા ધોરણમાં હતો તે સમયે શેરડીનો રસ કાઢવામાં વપરાતા મશીનમાં તેના બંને હાથ ઘણી ખરાબ રીતે તેમાં પીસાઈ ગયા હતા પરંતુ અક્ષયે હિંમત હારી ન હતી અને પોતાના ગોલને મેળવવામાં સફળતા હાંસલ કરી છે.

ઉના જિલ્લાના અંબ ઉપમંડળના મૌડી ગામના અક્ષય કુમારના બંને હાથ વર્ષ 2007માં શેરડીનો રસ કાઢતા મશીનમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા. આ ઘટના પછી તેના બંને હાથને કોણી સુધી કાપવા પડ્યા હતા. તે સમયે અક્ષય તથા તેના માતા-પિતા, ભાઈ-બહેન માટે આ ઘટના કોઈ મોટા આઘાતથી ઓછું ન હતું. પરિવારનો હોનહાર છોકરો પોતાના બંને હાથ ગુમાવી દીધા હતા. પરિવારજનોએ તેના ભવિષ્યની ચિંતા સતાવી રહી હતી, જ્યારે આ દુખમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહેલા અક્ષયના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. બંને હાથના ઘા ભર્યા પછી અક્ષયે પેન પકડવાનો અભ્યાસ શરૂ કર્યો. બંને કોણીથી પેન પકડીને કાગળ પર લખવાની કોશિશ કરવાની સાથે તે પેઈન્ટિંગનો પણ અભ્યાસ કરતો રહ્યો હતો. આ દરમિયાન તેણે પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો હતો.

દસમીની પરીક્ષા મૈડીના હાઈસ્કૂલમાં આપી અને પેપર લખવા માટે સહાયકની મદદ લીધી. પરંતુ પરીક્ષામાં પૂરતા માર્ક્સ આવ્યા ન હતા. તેનું મૂળ કારણ તે જણાવે છે કે તેના સહાયકે લખવામાં ઘણી ભૂલો કરી હતી. જેના લીધે તેણે આગામી પરીક્ષામાં જાતે જ લખવાનું નક્કી કર્યું અને નાહરિયાના વરીષ્ઠ માધ્યમિક સ્કૂલથી પોતાની પ્લસ ટુની પરીક્ષા પાસ કરી હતી. એડવોકેટ અક્ષય કુમારે તેના પછી પાછળ ફરીને જોયું નથી. અંબના મહારાણા પ્રતાપ કોલેજમાં બીએમાં પ્રવેશ લીધો અને 79 ટકા સાથે બીએની પરીક્ષા પાસ કરી. તેના પછી એલએલબી કરવાનું નક્કી કર્યું અને હરોલીના બઢેડામાં આવેલી હિમ કેપ્સ લો કોલેજમાં પ્રવેશ લઈને પોતાની મહેનતના દમ પર પ્રથમ શ્રેણીમાં પરીક્ષા પાસ કરી. હવે અક્ષયે અંબ અદાલતમાં વકીલાતનું કામ શરૂ કરી દીધું છે.

પોતાના બંને હાથ ગુમાવી ચૂકેલો અક્ષય કુમાર પોતાની દિનચર્યામાં પણ બીજા લોકો પર નિર્ભર રહેતો નથી. કપડાં બદલવાથી લઈને નહાવા, ખાવા અને પાણી પીવા સુધીનું તમામ કામ તે જાતે કરે છે. આ સિવાય ઘરના નાના-મોટા કામમાં પરિવારને મદદ કરે છે. અડવોકેટ અક્ષય કુમારે પોતાની જર્ની અંગે કહ્યું કે મારા જેવા હજારો લોકો કોઈ ઘટનામાં પોતાના અંગ ગુમાવીને દિવ્યાંગનું જીવન જીવવા માટે મજબૂર બને છે. પરંતુ આવા લોકોએ હાર માનવાને બદલે સતત પ્રયાસ કરીને આત્મસન્માન અને સ્વાવલંબી જીવન જીવવું જોઈએ. અક્ષય કુમારે પોતાના ઉદાહરણથી બાકીના લોકોને ઘણી પ્રેરણા આપી છે. આજે અક્ષય જેવા ઘણા દિવ્યાંગો છે જેમણે લોકો પર આધાર રાખીને જીવવાને બદલે પોતાના પગ પર જીવવાનો રાહ પસંદ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp