1 રૂપિયાના સિક્કાથી યુવાને ખરીદી તેની ડ્રીમ બાઇક, એટલા સિક્કા કે ગણવા માટે...

PC: zeenews.com

તમિલનાડુના સાલેમમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને વાંચી તમે પણ આશ્ચર્યમાં પડી જશો. અહીંના નિવાસી વી બૂબાથીએ પાઇ-પાઇ ભેગી કરીને પોતાની પસંદગીની બજાજ ડોમિનોર 400 ખરીદી છે. યુવાને 3 વર્ષ સુધી રોજ 1 રૂપિયાના સિક્કા ભેગા કર્યા અને આ બાઇક ખરીદી છે. મજાની વાત તો એ છે કે, ડીલપશિપે આ સિક્કાની ગણતરી પણ શરૂ કરી છે. 1 રૂપિયાના એટલા સિક્કા હતા કે ડીલરશિપને તેને ગણવામાં 10 કલાકનો સમય લાગ્યો. આ જાણકારી ભારત એજન્સીના મેનેજર મહાવિકરાંતે આપી છે.

ચિલ્લરોએ સપનુ પૂરુ કર્યું

બૂબાથી બીસીએથી ગ્રેજ્યુએટ છે અને તેણે 4 વર્ષ પહેલા પોતાની યૂટ્યુબ ચેનલ શરૂ કરતા પહેલા એક ખાનગી કંપનીમાં કમ્પ્યૂટર ઓપરેટરનું કામ કર્યું હતું. 3 વર્ષ પહેલા બજાજ ડોમિનોર 400 ખરીદવી તેનું સપનું હતું. પણ તે સમય બાઇક 2 લાખ રૂપિયાની હતી અને તેની પાસે આટલા રૂપિયા નહોતા. તેણે પોતાની યૂટ્યૂબ ચેનલ દ્વારા મળનારા પૈસાથી એક એક કરીને 1 રૂપિયાના સિક્કા જમા કરવાનું શરૂ કર્યું જેથી પોતાનું સપનું સાકાર કરી શકે. વી બૂબાથી કહે છે કે, મેં લગભગ 3 વર્ષ સુધી મંદિર, હોટલ્સ એટલું જ નહીં ચાની લારીઓ પાસેથી નોટના બદલે સિક્કા લીધા.

કિંમત વધવાની જાણકારી નહોતી

તેને બાઇક ખરીદવા પહેલા જાણ થઇ કે બજાજ ડોમિનોર 400ની ઓનરોડ કિંમત 2.6 લાખ રૂપિયા સુધી જઇ રહી છે. ત્યારે તેણે પોતે જમા કરેલા સિક્કાની ગણતરી શરૂ કરી અને નસીબથી તે રકમ તેનું સપનું પૂરુ કરવા માટે પર્યાપ્ત હતી. યુવક તે રૂપિયા લઇ ભારત એજન્સીના મેનેજર મહાવિકરાંતની પાસે પહોંચ્યો અને બાઇકની કિંમત સિક્કા દ્વારા ચૂકવવાની વાત કરી.

શરૂઆતમાં મેનેજરે ના પાડી દીધી અને કહ્યું કે, 2 હજાર રૂપિયાની નોટ થવા પર 1 લાખ રૂપિયા ગણવા પર બેંક 140 રૂપિયા કમીશન ચાર્જ કરે છે. પણ ત્યાર પછી બૂબાથીનું સપનું પૂરુ થતા જોઇ મેનેજરી પરવાનગી આપી દીધી.

ટીપે ટીપે સરોવર ભરાય અને ટીપે ટીપે ઘડો ભરાય આ કહેવતને બૂબાથીનો આ કિસ્સો સાર્થક કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp