લેંધો પણ પહેરી લેત.., દુલ્હને દુલ્હાને લગાવ્યું સિંદુર,વીડિયો જોઇને લોકોમાં રોષ
સોશિયલ મીડિયા પર લગ્નનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને 2 મિલિયનથી વધારે લોકોએ જોયો છે. વીડિયો વાયરલ થવા પાછળનું કારણ એ છે કે દુલ્હને વરને સિંદુર લગાવ્યું. મોટા ભાગે એવું થાય છે કે, લગ્નની રીત દરમિયાન વરરાજો દુલ્હનના સેંથામાં સિંદુર ભરે છે અને મંગળસૂત્ર પહેરાવે છે, પરંતુ આ લગ્નમાં કંઈક અલગ જ જોવા મળ્યું. અહી પહેલા વરરજો કન્યાના સેંથામાં સિંદુર ભરે છે અને ત્યારબાદ દુલ્હન પણ તેને સિંદુર લગાવે છે. જો કે, દુલ્હનના એમ કરવાથી સોશિયલ મીડિયા યુઝર્સ વચ્ચે બહેસ છેડાઈ ગઈ છે.
કોઈને એમ કરવાનું સારું લાગી રહ્યું છે, તો કોઈ તેનો ભારે વિરોધ પણ કરી રહ્યું છે. આ વીડિયો ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ છે. લોકો હવે પાર્ટનર પ્રત્યે પોતાના પ્રેમને વ્યક્ત કરવા અંગે નવી વસ્તુ અપનાવી રહ્યા છે. તેઓ સંસ્કૃતિમાં પરિવર્તન લાવી રહ્યા છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજો પહેલા પોતાની દુલ્હનના સેંથામાં સિંદુર ભરે છે. ત્યારબાદ તે કહે છે કે તે પણ તેનો સેંથો ભરે. તેના પર છોકરી હસતા ના પાડવા લાગે છે. ત્યારબાદ દુલ્હન પણ તેના માથા પર સિંદુર લગાવી દે છે.
તેની કહાનીને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. આ કપલની પહેલી મુલાકાત જિમમાં થઈ હતી. વ્યક્તિનું નામ કુશ રાઠોડ છે, જ્યારે તેની પત્નીનું નામ કસક ગુપ્તા છે. કુશનું કહેવું છે કે કસક તેની સીનિયર હતી. વર્ષ 2013માં તેણે તેની સાથે પહેલી વખત વાત કરવાનો પ્રયાસ કર્યો. ડેટિંગ બાદ બંનેએ લગ્ન કરી લીધા. જો કે, હવે તેના વીડિયો પર લોકો જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
એક યુઝરે કમેન્ટ કરતા કહ્યું કે, 'ભાઈ તેના માટે લહેંઘો પણ પહેરી લેતો. રીતિ રિવાજોમાં બદલાવ ન કરો.' એક અન્ય યુઝરે લખ્યું કે, 'આ મારા દ્વારા જોવાયેલી સૌથી સારી રીલ છે. આખા પરિવાર સામે એમ કરવા માટે હિંમત જોઈએ. અન્ય એક યુઝરે લખ્યું કે, તો પછી મંગળસૂત્ર પણ પહેરી લેતો. તો ચોથા યુઝરે લખ્યું કે, ગ્રીન ફ્લેગ પોતાની જગ્યાએ, રીતિ રિવાજ પોતાની જગ્યાએ. ખેર તમારે આ મામલે શું કહેવું છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp