ભેંસ અઢી તોલાનું મંગળસૂત્ર ગળી ગઇ, સર્જરી પછી લાગ્યા 65 ટાંકા

PC: aajtak.in

મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાંથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ભેંસ સવા લાખ રૂપિયાની કિંમતનું મંગળસૂત્ર ગળી ગઇ. ડૉક્ટરોએ ઓપરેશન કરીને ભેંસના પેટમાં ચીરો લગાવ્યો, ત્યારે જઇને અઢી તોલાનું મંગળસૂત્ર બહાર કાઢ્યું. આ સર્જરીમાં ભેંસને 65 ટાંકા લાગ્યા છે. વાશિમ જિલ્લાના સારસી ગામનો આ કિસ્સો છે. ખેડૂત રામહરિની પત્ની સ્નાન કરવા જતા સમયે પોતાનું મંગળસૂત્ર સોયાબીન અને મગફળીના છોતરાથી ભરેલી એક પ્લેટમાં છુપાડી ગઇ હતી. ન્હાઈની આવ્યા પછી તેણે એ પ્લેટ ભેંસની સામે મૂકી દીધી અને ઘરમાં કામ કરવા લાગી.

દોઢથી બે કલાક પછી મહિલાને પોતાના ગળામાં મંગળસૂત્ર ન હોવાનો અહેસાસ થયો અને તે શોધવા લાગી. થોડા સમય પછી તેને યાદ આવ્યું કે મંગળસૂત્ર તો તેણે છોળા વાળી પ્લેટમાં રાખ્યું હતું. તે દોડીને ભેંસ પાસે પહોંચી તો જોયું કે ભેંસ તે છોળા ખાઇ ગઇ છે અને પ્લેટ ખાલી છે. તરત જ તેણે આ વાત પોતાના પતિને જણાવી. રામહરિ ભોયર નામના ખેડૂતે વાશિમના પશુવૈદ્યકીય અધિકારી બાલાસાહબ કૌંડાને ફોન કરી વાત જણાવી. ડૉક્ટરે ભેંસને વાશિમ લઇને આવવા કહ્યું.

ખેડૂત રામહરિ પોતાની ભેંસને લઇ વાશિમના પશુસંવર્ધન ઓફિસ પહોંચ્યો. ડૉક્ટરે ભેંસના પેટનું નિરીક્ષણ મેટલ ડિટેક્ટરથી કર્યું તો ખબર પડી કે પેટમાં કશું છે. બીજા દિવસે ભેંસના પેટનું ઓપરેશન કરવામા આવ્યું.

ડૉક્ટર બાલાસાહેબ કૌંડાએ જણાવ્યું કે, આ ઓપરેશનમાં ભેંસને 65 ટાંકા આવ્યા છે. ઓપરેશન બેથી અઢી કલાક ચાલ્યું. ત્યાર પછી ભેંસના પેટમાંથી સોનાનું મંગળસૂત્ર કાઢવામાં આવ્યું. ડૉક્ટરે દરેક પશુપાલકોને અપીલ કરી છે કે, ચારો કે બીજુ કશું ખવડાવતા સમયે સાવચેતી રાખવામાં આવે.

આ પહેલીવાર નથી જ્યારે આવો કિસ્સો સામે આવ્યો હોય. આ પહેલા પણ દેશમાંથી આવા ઘણાં કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. કર્ણાટકમાં એક ગાય 20 ગ્રામ સોનાની ચેન ગળી ગઇ હતી. 80 હજાર રૂપિયાની આ ચેઇન ગાયના પેટમાંથી સર્જરી કરીને કાઢવામાં આવી હતી. કર્ણાટકના સિરસી તાલુકાની છે. દિવાળી પહેલા ગૌ પૂજન કરવામાં આવ્યું હતું. તે સમયે ગાયને ફૂલો માળાથી શણગારવામાં આવી હતી. અમુક પરિવારો આ સમયે ગાયને સોના અને ચાંદા દાગીના પણ પહેરાવે છે.

શ્રીકાંત નામના પરિવારે ગૌ પૂજા સમયે પોતાની ગાયને 20 ગ્રામની સોનાની ચેઇન પહેરાવી હતી. પૂજા પછી પરિવારે ફૂલોની માળા, સોનાની ચેઇન હટાવીને અલગ મૂકી. થોડા સમય પછી ખબર પડી કે સોનાની ચેઇન ગાયબ છે. 30-35 દિવસ સુધી પરિવારે રાહ જોઇ કે છાણના માધ્યમે ગાય ચેઇન પણ કાઢી લે. પણ એવું બન્યું નહીં. ત્યાર બાદ પશુ ચિકિત્સકની મદદથી ગાયની સર્જરી કરવામાં આવી અને સોનાની ચેઇન કાઢવામાં આવી. જોકે વાત એ રહી કે, સોનાની ચેઇનનું વજન ઘટીને 18 ગ્રામ થઇ ગયું અને ચેઇનનો અમુક ભાગ પણ ગાયબ થઇ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp