ફ્લાઇટમાં પાળતુ શ્વાન છોડતો રહ્યો ગેસ, પરેશાન થયેલ કપલને મળ્યું 1 લાખનું રિફંડ

PC: nypost.com

ન્યૂઝીલેન્ડના એક કપલને હાલમાં જ સિંગાપુર એરલાઇને 1400 ડૉલર એટલે કે 1,16,000 રૂપિયાનું રિફંડ આપ્યું. આ એરલાઇન્સ દ્વારા ટ્રાવેલ કરી રહેલા કપલની સીટ એક એવા પાળતુ કૂતરાની બાજુમાં હતી જેને ગેસનો પ્રોબ્લેમ હતો. 13 કલાક સુધી કપલે તેની દુર્ગંધ સહન કરવી પડી.

કપલ ગિલ પ્રેસ અને વારેન પ્રેસે પ્રીમિયમ ઈકોનોમીની ટિકિટ બુક કરી હતી. જૂનમાં તેમની પેરિસથી ફ્રાંસ અને પછી સિંગાપુર માટે 13 કલાકની ફ્લાઇટ હતી. બોર્ડિંગ સમયે તેમને જાણ થઇ કે તેમની બાજુની સીટમાં બેસેલ ટ્રાવેલર તેના કૂતરા સાથે મુસાફરી કરી રહ્યો છે.

ગિલ પ્રેસે જણાવ્યું કે, તેમને જોર જોરથી ખરાટાનો અવાજ આવી રહ્યો હતો. મને લાગ્યું કે આ મારા પતિનો ફોન છે. પછી નીચે જોયું તો એક કૂતરો જોર જોરથી શ્વાસ લઇ રહ્યો હતો. કપલે નોટિસ કર્યું કે શ્વાન સ્ટ્રેસમાં હતો. માટે આવી હરકત કરી રહ્યો છે.

ઈકોનોમી ક્લાસમાં શિફ્ટ કર્યા

કપલે ફ્લાઇટ અટેન્ડેંટને આ વિશે જાણ કરી અને પોતાની સીટ બદલવાની રિક્વેસ્ટ કરી. પણ એકપણ સીટ ખાલી ન હતી અને જે સીટ અવેલેબલ હતી તે ઈકોનોમી ક્લાસમાં સૌથી પાછળની હતી. ગિલ અને વારેને શાંતિ જાળવી અને પોતાની પ્રીમિયમ ઈકોનોમીવાળી સીટો પર જ બેસી રહ્યા. ત્યાર પછી મુસીબતો વધી ગઇ અને શ્વાનના પેટમાં ગેસ બન્યો અને શ્વાને ફાર્ટ કરવાનું શરૂ કર્યું. દુર્ગંધ સહન કરી શકાય એવી નહોતી. સાથે જ શ્વાનની લાળ વારેનના પગ પર લાગી રહી હતી. ત્યાર બાદ કપલે બાકીની જર્ની ઈકોનોમી સીટ્સમાં પૂરી કરી.

ફ્લાઇટમાંથી ઉતર્યા બાદ કપલે સિંગાપુર એરલાઇન્સને ઘટના વિશે જાણ કરી. એરલાઇન્સે બંનેને 73 ડૉલરના બે ગિફ્ટ વાઉચર આપી દીધા. પ્રેસને લાગ્યું કે પ્રીમિયમ ઈકોનોમી અને ઈકોનોમી સીટની ટિકિટોમાં અંતરના હિસાબથી આ પૈસા ઓછા છે. તેમણે પોતાની 13 કલાકની લાંબી મુસાફરી મોટા ભાગે ઈકોનોમીમાં પસાર કરવી પડી હતી.

એરલાઇન્સે આપ્યું રિફંડ

ઘણાં મહિનાઓની જદ્દોજહજ બાદ સિંગાપુર એરલાઇન્સે તેમની સીટો માટે કપલને 1410 ડૉલરનું રિફંડ આપ્યું. પ્રેસ કપલે આ પૈસા એનિમલ ચેરિટીમાં દાન કરવાનો નિર્ણય લીધો છે. સિંગાપુર એરલાઇન્સે એક સ્ટેટમેન્ટ બહાર પાડ્યું કે, હવેથી કોઇપણ શ્વાનની બાજુમાં સીટ મળવા પર કસ્ટમર્સને પહેલાથી જ નોટિફાઇ કરી દેવામાં આવશે. આવી સ્થિતિમાં મુસાફરને સેમ કેબિનની અંદર જ મૂવ કરવામાં આવશે અને સ્પેસના હિસાબે એડજસ્ટ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp