લોકો ગાય સાથે વહાલ કરવા 5200 રૂપિયા ખર્ચી રહ્યા છે

PC: smalljoys.me

આપણે ભલે ગાયને પવિત્ર ગણતા હોઈએ કે ગાયને આપણે માતા કહેતા હોઈએ, પરંતુ ગાયની જે કદર ભારતમાં થવી જોઈએ એવી કદર આપણે કરી શકતા નથી. જોકે આપણે અહીં એ વાતો નથી કરવી. આપણે તો ગાયના એક અનોખા ઉપયોગ વિશે વાત કરવી છે, જેમાં ગાયનો ઉપયોગ તણાવ દૂર કરવા માટે થાય છે અને એને માટે બાકાયદા ‘કાઉ કડલિંગ’ જેવો શબ્દ વપરાય છે.

જી હા, અમેરિકાના ન્યૂયોર્કમાં તેમજ યુરોપભરમાં આજકાલ કાઉકડલિંગની બહુ બોલબાલા છે, જેનાથી ત્યાંના લોકો તેમનો સ્ટ્રેસ દૂર કરે છે. ન્યૂયોર્ક શહેરમાં તો લોકો એક દિવસના 75 ડોલર્સ એટલે કે 5200 જેટલા રૂપિયા ખર્ચીને એક દિવસનું સેશન કરે છે, જેમાં તેઓ આખા દિવસમાં બે વાર અમુક કલાકો માટે ગાય સાથે એકલામાં સમય વિતાવે છે.

સેશન્સ દરમિયાન ગાય સાથે વ્યક્તિને એકાંતમાં શાંત માહોલમાં રાખવામાં આવે છે. આ માટે ન્યૂયોર્ક શહેરથી થોડે દૂર માઉન્ટેન હાઉસ નામનું એક વિશાળ ફાર્મ તૈયાર કરાયું છે જે 33 એકરમાં ફેલાયેલું છે.

આ ફાર્મમાં વર્ષોથી ઘોડાઓ સાથે વેલનેસ સેશન્સ ચાલતા હતા, પરંતુ હવેથી ત્યાં કાઉ કડલિંગ પણ શરૂ થયું છે, જેને અમેરિકન્સનો જબરદસ્ત પ્રતિભાવ મળી રહ્યો છે. આ સેશન્સ દરમિયાન ગાયના દિલ પર માથું મૂકીને તેના હ્રદયના ધબકારા સાંભળવાના હોય છે. જેનાથી માણસને ઘણું સારું લાગતું હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp