Video: ગ્રાહકે OLAથી કંટાળીને શોરૂમને લગાવી દીધી આગ, કારણ છે સર્વિસના ધાંધિયા

PC: aajtak.in

મિકેનિકનો વ્યવસાય કરતો 26 વર્ષીય મોહમ્મદ નદીન એ એક મહિલા પહેલા ઇ-બાઈક ખરીદી હતી.  જો કે બાઈકના ખરીદીના 1-2 દિવસ બાદ જ બેટરી અને સાઉન્ડ સિસ્ટમમાં ટેકનિકલ સમસ્યા આવવા લાગી. અને તે ગાડી ઠીક કરવા માટે શોરૂમના ચક્કર લગાવી રહ્યો હતો.

કર્ણાટકના કલબુર્ગીથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહી એક ગ્રાહકે OLAના શોરૂમને આગ લાગવી દીધી. તેનું કારણ ફક્ત એટલું જ હતું કે તેણે OLAની ઇ-બાઈક ખરીદી હતી. જે ખરાબ થવાથી તે સતત શોરૂમના ધક્કા ખાઈ રહ્યો હતો. પણ ત્યાં કોઈએ તેની મદદ નહીં કરતા તેણે ગુસ્સામાં શો-રૂમને આગ લાગવી દીધી.

મળેલ જાણકારી અનુસાર વ્યવસાયે મિકેનિક 26 વર્ષીય મોહમ્મદ નદિને એક મહિના પહેલા ઇ-બાઈક ખરીદી હતી. જો કે ઇ-બાઈક ખરીદીના 1-2 દિવસમાં તેમાં બેટરી અને સાઉન્ડ સિસ્ટમ સંબંધિત સમસ્યા આવવા લાગી. જેને ઠીક કરાવવા નદીન અનેક વાર શોરૂમના થક્કા ખાઈ ચુક્યો હતો પણ ત્યા તેની વાત સાંભળવામાં આવતી ન હતી.

આરોપી વારંવાર શોરૂમે તેની બાઈક ઠીક કરવા માટેની ફરિયાદ કરતો પણ શોરૂમના કર્મચારી દ્વારા તેની ફરિયાદ સાંભળવામાં આવતી નહીં, અને બાઈક રીપર પણ ન કરી આપતા. કસ્ટમર સપોર્ટ ઓફિસર્સ સાથે થયેલી ઉગ્ર વાતચીત પછી ગઈ કાલે સવારે પેટ્રોલ છાંટી શો રૂમને આગ લગાવી દીધી.

પોલીસ અધિકારીઓના કહ્યા પ્રમાણે મંગળવારે મોહમ્મદ નદીમની શોરૂમના ગ્રાહક સહાયતા અધિકારીઓ સાથે ઉગ્ર વાતચીત પછી શોરૂમને પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી. જેમાં 6 બાઈક અને કમ્પ્યુટર સિસ્ટર સળગીને ખાખ થઇ ગઈ હતી. જેથી શોરૂમને 8.5 લાખનું નુકશાન થયું છે. પોલીસે કેસ દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે. પોલીસના કહ્યા મુજબ નદીમે એક મહિના પહેલા 1.4 લાખ રૂપિયાનું ઇ-સ્કુટર ખરીદ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp