ટ્રેનમાં કોઈ ડૉક્ટર ના મળ્યો, તો TTEએ કરાવી મહિલાની ડિલીવરી

PC: irctc.in

તમે ટ્રેન, બસ કે પછી રેલવે સ્ટેશન પર ડિલીવરી થવાના મામલા તો સાંભળ્યા હશે. આજે જે મામલા વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તે પણ ટ્રેનમાં ડિલીવરી સાથે સંકળાયેલો છે, પરંતુ અન્ય મામલાઓ કરતા કંઈક અલગ છે. વાત જાણે એમ છે કે, રેલવેના દિલ્હી ડિવિઝનમાં TTE તરીકે કામ કરતા એચ. એસ. રાણાએ અન્ય યાત્રીઓની મદદથી એક મહિલાની ડિલીવરી કરાવડાવી. કોઈ ડૉક્ટર ના મળતા એચ. એસ. રાણાએ પોતે જ મહિલાની ડિલીવરી કરાવી હતી.

TTE એચ. એસ. રાણાએ રાતના સમયે ટ્રેનમાં અન્ય યાત્રીઓનીથી માટે એક મહિલાની ડિલીવરી કરાવી હતી. મહિલાને રાતના સમયે ટ્રેનમાં અચાનક પ્રસવ પીડા થયા બાદ પહેલા તો રાણાએ ટ્રેનમાં કોઈક ડૉક્ટર છે કે નહીં તેની તપાસ કરી. પરંતુ જ્યારે કોઈ ડૉક્ટર ના મળ્યો તો તેમણે મહિલાની ડિલીવરી પોતે જ કરાવવાનો નિર્ણય લીધો. TTEના આ પ્રયત્નને કારણે ભારતીય રેલવે ખૂબ જ ખુશ છે. રેલવે મિનિસ્ટ્રીએ રાણાના આ માનવીય કામના વખાણ કરતા ટ્વિટ કર્યું છે.

જણાવી દઈએ કે, ટ્રેનમાં ડિલીવરીનો આ પહેલો કિસ્સો નથી. થોડાં દિવસ પહેલા જલપાઈગુડીમાં અગરતલા-હબીબગંજ એક્સપ્રેસમાં પણ એક મહિલાની ડિલીવરી થઈ હતી. આ ટ્રેનમાં દુઃખાવાને કારણે હેરાન થઈ રહેલી ગર્ભવતી મહિલા તરફ લોકોનું ધ્યાન ગયું તો ત્રણ લોકોએ ડૉક્ટરને શોધ્યા. પરંતુ, લાંબા સમય બાદ પણ ટ્રેનમાં કોઈ ડૉક્ટર ના મળ્યા તો તે ત્રણેયે મળીને મહિલાની ડિલીવરી કરાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp