55 વર્ષીય ગાર્ડે હાંસલ કરી MScની ડિગ્રી, 23 વર્ષ સતત ફેલ થવા છતા હિંમત ન હારી

PC: ndtv.com

કહેવામાં આવે છે કે, કોશિશ કરનારાઓની ક્યારેય હાર નથી થતી. જે પણ મહેનત કરે છે તેમને સફળતા જરૂર મળે છે. 55 વર્ષના રાજકારણ બરૂઆની સ્ટોરી પણ સૌથી અલગ અને નોખી છે. એક ડિગ્રી મેળવવા માટેની જીદે તેમને 25 વર્ષ સુધી રાહ જોવડાવી. તેમની સ્ટોરી મધ્ય પ્રદેશના જબલપુરથી શરૂ થાય છે. આ વ્યક્તિ ગાર્ડ છે. તેઓ એક ઝુપડામાં રહે છે, પણ ભણવાનો ખૂબ શોખ છે.

25 વર્ષની મહેનત પછી તેમણે MSc મેથ્સની ડિગ્રી મેળવી લીધી. આ ડિગ્રી માટે તેમણે જેટલી પણ કમાણી કરી તેને ભણતરમાં લગાવી દીધી. ભણવાની તલબ એવી કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ હાર નહીં માની. કમાણીના 5000-7000 રૂપિયાથી ફી ભરતા રહ્યા, પુસ્તકો ખરીદ્યા.

MSc પ્રીલિમ્સમાં રાજકારણ 23 વાર ફેલ થયા. 2021માં આખરે તેમણે પ્રીલિમ્સ પાસ કરી લીધી અને પછી એકવારમાં જ MSc ફાઈનલની પરીક્ષા પણ પાસ કરી લીધી. તેમણે જણાવ્યું કે, પ્રીલિમ્સમાં વિદેશી પુસ્તકો દ્વારા અભ્યાસ કરતો જે અંગ્રેજીમાં હોય છે. માટે તેમને સફળતા નહોતી મળી રહી. ડિક્શનરીની મદદથી તેઓ પોતાનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓ સતત એક વિષય છોડીને બધામાં ફેલ થઇ રહ્યા છે.

રાજકરણે સૌથી પહેલા આર્કિયોલોજીમાં MA પાસ કર્યું અને સંગીતની શિક્ષા અને ડિગ્રી લીધી. એક સ્કૂલમાં ભણાવવા માટે જવા લાગ્યા. તેમની ગણિત ભણાવવાની રીતથી પ્રભાવિત થઇ શિક્ષકોએ તેમની પ્રશંસા કરી. તો તેમના મનમાં મેથ્સમાં MSc કરવાનો વિચાર આવ્યો. આ વિચારને લઇ રાની દુર્ગાવતી વિશ્વવિદ્યાલયમાં ગણિત વિષયની સાથે MSc કરવા માટે 1996માં એડમિશન લઇ લીધું.

જોકે, તેમણે એ નહોતું વિચાર્યું કે, તેમણે જે સપનું જોયું છે તે કઠિન રહેશે. 1997માં પહેલીવાર ગણિત વિષયની સાથે એમએસસીની પરીક્ષામાં બેઠા અને ફેલ થઇ ગયા. પણ મનમાં તો MSc મેથ્સથી કરવાનો સંકલ્પ લઇ લીધો હતો. માટે ફરી એકવાર પરીક્ષા આપી અને ફેલ થયા. સતત ફેલ થતા રહ્યા પણ ધૈર્ય અને હિંમત હારી નહીં. 2020માં કોરોના દરમિયાન પ્રીલિમ્સ પરીક્ષા પાસ કરી અને 2021માં ફાઈનલ કરી લીધું.

રાજકરણે જણાવ્યું કે, તેમણે અભ્યાસ માટે ઘણી મહેનત કરવી પડી છે. પૈસા નહીં બચવાને લીધે ગાર્ડની નોકરી કરવી પડી. સિક્યોરિટી ઉપરાંત અન્ય ઘણાં કામો કરવા પડતા હતા. ભણતરને લઇ લગ્ન ન થઇ શક્યા. મજબૂરીમાં ઝુપડામાં રહેવું પડી રહ્યું છે. મારી ઈચ્છા છે કે એક સ્કૂલ ઓપન કરવામાં આવે જેથી ગરીબ બાળકોનો અભ્યાસ થઇ શકે. હું સરકારી મદદ પણ ઈચ્છું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp