26th January selfie contest

ગુજરાતના આ ગામમાં રહેતા શ્વાન છે કરોડપતિ, જાણો કારણ

PC: news18.com

ગુજરાતમાં એક એવું ગામ આવેલું છે કે, ગામમાં રહેતા શ્વાન કરોડપતિ છે. દર વર્ષે આ શ્વાન લાખો રૂપિયાની કમાણી પણ કરે છે. ગામના શ્વાન પાસે એટલી સંપત્તિ છે કે ગામમાં દરેક શ્વાનના ભાગે એક-એક કરોડ રૂપિયા આરામથી આવી શકે. તમને આ વાત જાણીને કદાચ આશ્ચર્ય થશે પરંતુ આ કોઈ અફવા નથી પરંતુ હકીકત છે. કરોડપતિ શ્વાન જે ગામમાં રહે છે તે ગામ મહેસાણા જિલ્લામાં આવેલું છે અને તે ગામનું નામ પંચોટ છે.

રિપોર્ટ અનુસાર પંચોટ ગામમાં મઢની પતિ કુતરિયા ટ્રસ્ટ ચલાવવામાં આવી રહ્યુ છે. આ ટ્રસ્ટ પાસે અંદાજિત 70 જેટલાં શ્વાન છે. આ ટ્રસ્ટના નામ પર જે જમીન છે તે જમીનની એક વીઘાની અંદાજિત કિંમત 3.5 કરોડ રૂપિયા છે અને ટ્રસ્ટ પાસે કુલ 21 વીઘા જમીન છે. પંચોટ ગામમાં એવી પરંપરા ચાલી આવતી હતી કે, ગામમાં રહેલા શ્વાનના ભરણપોષણ માટે ગામના લોકો પોતાની જમીનનું દાન કરતા હતા. આ પરંપરામાં શ્વાનને દાન મળેલી છે 21 વીઘા જમીન. આ જમીન બાયપાસ રોડ પર આવી હોવાના કારણે તેનો અંદાજીત ભાવ 70 કરોડ રૂપિયા છે.

ટ્રસ્ટ પાસે જે 21 વીઘા જમીન છે તે એક વર્ષ માટે લોકોને વાવણી કરવા માટે આપવામાં આવે છે. જ્યારે આ જમીન વાવણી કરવા માટે અપાય છે તે પહેલા બેંક દ્વારા ટ્રસ્ટની જમીનના પ્લોટની હરાજી કરવામાં આવે છે. હરાજીમાં જે વ્યક્તિ સૌથી વધારે બોલી લગાવે છે તેને એક વર્ષ માટે આ જમીનમાં ખેતી કરવાનો હક આપવામાં આવે છે. હરાજીમાં ટ્રસ્ટને એક લાખ રૂપિયા મળે છે. આ એક લાખ રૂપિયાનો ઉપયોગ ટ્રસ્ટ પાસે રહેલા 70 જેટલા શ્વાનોના ભરણપોષણ માટે કરવામાં આવે છે.

પંચોટ ગામમાં શ્વાનના ભરણપોષણ માટે જમીન આપવાની પ્રથા શરૂ થઈ હતી ત્યારે જમીનના ભાવ ખૂબ જ ઓછા હતા. જેના કારણે લોકો સરળતાથી પોતાની જમીનનું દાન કરતા હતા પરંતુ વર્તમાન સમયમાં જમીનના ભાવ ખૂબ જ વધુ છે ત્યારે લોકો હવે જમીનનું દાન કરી રહ્યા નથી. હાલ ટ્રસ્ટ પાસે જમીન છે તે કરોડો રૂપિયાની જમીન છે. જે લોકોએ વર્ષો પહેલા જમીનનું દાન કર્યું છે તેઓ પણ હવે પોતાની જમીન માગી રહ્યા નથી.

આ બાબતે ટ્રસ્ટના પ્રમુખ છગન પટેલનું કહેવું છે કે, 70થી 80 વર્ષ પહેલા ગામમાં પટેલ ખેડૂતોના એક સમૂહ ગામમાં જમીનનું રાખોલું કરવાની શરૂઆત કરી હતી. 70 વર્ષ પહેલા ટ્રસ્ટ પાસે આ જમીન આવી હતી. હાલ જમીનના ભાવ વધવા લાગ્યા છે ત્યારથી લોકો જમીનનું દાન આપતા નથી પરંતુ ભલે હવે લોકોની આર્થિક સ્થિતિ ગમે તેવી હોય પરંતુ સામાજિક કામ માટે જે લોકોએ પોતાની જમીન દાનમાં આપી છે તેઓ હવે જમીન પાછી લેતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp