તમે જાણો છો તમારા સપનામાં દેખાતી આ 50 વસ્તુઓનો તમારા જીવન સાથે સંકળાયેલો અર્થ?

PC: lifesavvy.com

આપણે સૌ સપના જોઈએ છીએ. સપનાની દુનિયા હંમેશાંથી જ રહસ્યમયી રહી છે. કેટલાક સપના અજીબ હોય છે, તો કેટલાક સપના સુખદ, કેટલાક સપના ડરાવનારા હોય છે તો કેટલાક સપના એવા છે કે જેને આપણે ક્યારેય ભૂલી ના શકીએ. પરંતુ સપનાઓથી જીવનની ઘટનાઓના સંકેત મળે છે. સામાન્યરીતે માનવામાં આવે છે કે, જો સપનામાં પાણી દેખાય તો તેનો અર્થ એ છે કે, આપણને ધનની પ્રાપ્તિ થવાની છે. જો કોઈ જીવિત વ્યક્તિને સપનામાં મૃત જોઈએ તો માનવામાં આવે છે કે, તેનું આયુષ્ય વધવાનું છે. આ પ્રકારની ઘણી વાતો છે, ઘણી માન્યતાઓ છે. સ્વપ્નશાસ્ત્રના જાણકારો, જ્યોતિષીઓ, હસ્તરેખા વિશેષજ્ઞોનું માનવું છે કે સપનામાં ભવિષ્યમાં થવાની ઘટનાઓની પૂર્વ સૂચના મળે છે, જે સાંકેતિક હોય છે. જો આપણે તેના પર ધ્યાન આપીએ તો જણાશે કે સપનામાં મળેલા સંકેત અને વાસ્તવિક જીવનની ઘટનાનો એકબીજા સાથે કોઈક ને કોઈક સંબંધ હોય છે. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આવા ઘણા સંકેત અને તેનાથી પ્રાપ્ત થતા સંભવિત ફળ વિશે.

 1. સાંપ દેખાવો- ધન લાભ
 2. નદી જોવી- સૌભાગ્યમાં વૃદ્ધિ
 3. નોળિયો દેખાવો- શત્રુભયમાંથી મુક્તિ
 4. ગાયનું વાછરડું દેખાવુ- કોઈ સારી ઘટના થવી
 5. બિલીપત્ર દેખાવુ- ધન-ધાન્યમાં વૃદ્ધિ
 6. ભાઈ દેખાવો- નવા મિત્ર બનવા
 7. ભીખ માગવી- જીવનમાં અનુકૂળતા
 8. પોતાનું મૃત્યુ દેખાવુ- ભયંકર રોગમાંથી મુક્તિ
 9. રુદ્રાક્ષ દેખાવો- શુભ સમાચાર મળવા
 10. પૈસા દેખાવા- ધન લાભ
 11. સ્વર્ગ દેખાવુ- ભૌતિક સુખોમાં વૃદ્ધિ
 12. પત્ની દેખાવી- દાંપત્યમાં પ્રેમ વધવો
 13. સ્વસ્તિક દેખાવો- ધન લાભ થવો
 14. હાથકડી દેખાવી- ભવિષ્યમાં ભારે સંકટ
 15. માં સરસ્વતીના દર્શન- બુદ્ધિમાં વૃદ્ધિ
 16. કબૂતર દેખાવુ- રોગમાંથી મુક્તિ
 17. અજગર દેખાવો- વ્યાપારમાં હાનિ
 18. ગરોળી દેખાવી- ઘરમાં ચોરી થવી
 19. ચકલી દેખાવી- નોકરીમાં બઢતી
 20. ભોજનની થાળી દેખાવી- ધનહાનિના યોગ
 21. ખાલી થાળી દેખાવી- ધન પ્રાપ્તિના યોગ
 22. સોપારી દેખાવી- રોગમાંથી મુક્તિ
 23. કન્યાને ઘરમાં આવતી જોવી- માં લક્ષ્મીની કૃપા મળવી
 24. કોઈ સંબંધી દેખાવા- ઉત્તમ સમયની શરૂઆત
 25. સફેદ બિલાડી દેખાવી- ધનની હાનિ
 26. ખેતરમાં ઘઉંની ખેતી- ધન લાભ થવો
 27. ચોખા દેખાવા- કોઈકની સાથે શત્રુતા સમાપ્ત થવી
 28. ચાંદી દેખાવુ- ધન લાભ થવો
 29. કાતર દેખાવી- ઘરમાં કલહ થવો
 30. તારામંડળ દેખાવુ- સૌભાગ્યની વૃદ્ધિ
 31. ભગવાન શિવ દેખાવા- વિપત્તિઓનો નાશ
 32. ત્રિશૂળ દેખાવુ- શત્રુઓથી મુક્તિ
 33. દૂધ દેખાવુ- આર્થિક ઉન્નતિ
 34. મૃત વ્યક્તિ દેખાવો- બીમારી દૂર થવી
 35. સોનું દેખાવુ- ધન હાનિ
 36. કૂતરો દેખાવો- જુના મિત્રને મળવું
 37. કાગડો દેખાવો- કોઈકના મૃત્યુના સમાચાર મળવા
 38. સમડી દેખાવી- શત્રુઓ તરફથી હાનિ
 39. સફેદ ફૂલ દેખાવુ- કોઈ સમસ્યામાંથી મુક્તિ
 40. લાલ ફૂલ દેખાવુ- ભાગ્ય ચમકવું
 41. ઘૂવડ દેખાવુ- ધન હાની થવી
 42. સફેદ સાંપનું કરડવું- ધન પ્રાપ્તિ
 43. ઘર બનાવવું- પ્રસિદ્ધિ મળવી
 44. ઘોડો દેખાવો- સંકટ દૂર થવું
 45. મૃત વ્યક્તિને બૂમ પાડવી- વિપત્તિ તેમજ દુઃખ મળવું
 46. મૃત વ્યક્તિ સાથે વાત કરવી- મનની ઈચ્છા પૂરી થવી
 47. મોતી દેખાવુ- પુત્રી પ્રાપ્તિ
 48. શિયાળ દેખાવુ- કોઈ ઘનિષ્ટ વ્યક્તિ તરફથી દગાખોરી
 49. પૂજા થતી જોવી- કોઈ યોજનાનો લાભ મળવો
 50. ફકીર દેખાવો- શુભ ફળની પ્રાપ્તિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp