એક ટોલ રોડ પરથી વારંવાર મુસાફરી કરતો હતો વ્યક્તિ, ખાતામાંથી કપાયા 43 લાખ રૂપિયા

PC: lokmat.com

એક ટોલ રોડ પરથી વારંવાર પસાર થવાના કારણે એક ટ્રક ડ્રાઈવરના અકાઉન્ટમાંથી લગભગ 43 લાખ રૂપિયાનો ચાર્જ કાપી લેવામાં આવ્યો છે. જોકે આવું ટ્રાન્સપોર્ટ એજન્સીની  ભૂલના કારણે થયું છે. જો કે આ સમગ્ર ઘટના બન્યા બાદ જ્યારે ટ્રક ડ્રાઈવરે પોતાના પૈસા એજન્સી પાસે પરત માગ્યા ત્યારે તેને અકાઉન્ટમાં રિફંડ આપવા માટે કંપની દ્વારા ના કહી દેવામાં આવ્યું અને ક્રેડિટ નોટ લેવા માટે કહેવામાં આવ્યું. જો કે આ સમગ્ર મામલો ઓસ્ટ્રેલિયાનો છે જ્યાં ન્યૂ સાઉથ વેલ્સના એક રોડ પરથી પસાર થવા પર જેસન ક્લેન્ટન નામના એક વ્યકિતના અકાઉન્ટમાંથી દરેક વખતે લગભગ 75 હજાર રૂપિયા કાપી લેવામાં આવ્યા હતા. ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા એકવાર તો તેની પાસેથી લગભગ 13 લાખ રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. જોકે સમગ્ર મામલાને લઈને સ્ટેટ ટ્રાન્સપોર્ટ અને રોડ એજન્સીએ કહ્યું કે, તેઓના પૈસા ક્રેડિટ નોટ દ્વારા પરત આપવામાં આવશે.



પરંતુ ટ્રક ડ્રાઈવરે ટ્રાન્સપોર્ટ એજન્સી પાસેથી આ ઓફર ઠુકરાવી દીધી છે. ઓસ્ટ્રેલિયાના  2GB રેડીયો સાથે થયેલી વાતચીતમાં જેસન ક્લેન્ટને કહ્યું કે, ન્યૂ સાઉથ વેલ્સ અને ઈ-ટોલે મારી સાથે ખૂબ જ ગંદો મજાક કર્યો છે. હું આ બાબતે ખૂબ જ નિરાશ છું. મારા માટે ક્રેડિટ નોટનો ઓપ્શન યોગ્ય નથી.



જેસન ક્લેન્ટન એ 45,000 લોકોમાંનો એક છે, જેની પાસેથી એક ટોલ રોડનો ઉપયોગ કરવા પર એજન્સી દ્વારા ભૂલથી રેગ્યુલર ચાર્જના ડબલ પૈસા વસૂલવામાં આવ્યા છે. ન્યૂ સાઉથ વેલ્સ ટ્રાન્સપોર્ટ ચીફ ઓપરેશન ઓફિસર હાવર્ડ કોલિન્સે આ ઘટના પર માફી માંગી છે અને કહ્યું છે કે, સંસ્થા તે દરેક ડ્રાઈવરને રિફંડ પાછું આપશે કે જેઓ પાસેથી વધુ પૈસા વસૂલવામાં આવ્યા છે.



રોડ મિનિસ્ટર નેટલી વોર્ડે કહ્યું કે, આ ભૂલ નહીં થવી જોઈતી હતી, તેણે વધુમાં કહ્યું કે, જ્યારે એક એકાઉન્ટમાંથી પૈસા કાપવામાં આવ્યા છે ત્યારે એજ એકાઉન્ટમાં પૈસા પરત થવા જોઈએ. નેટલી વોર્ડે દાવો કર્યો છે કે, ન્યૂ સાઉથ વેલ્સ ટ્રાન્સપોર્ટે દરેકને રિફંડ કરી દીધું છે અને ગાડી માલિકો પાસે થોડીક રાહ જોવા માટે કહ્યું છે. કારણકે થઈ શકે છે કે તેઓની બેંક દ્વારા થોડું મોડું થવાના કારણે પૈસા મળવામાં લોકોને થોડો સમય લાગી રહ્યો હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp