પત્ની માટે હાઈટેન્શન લાઈનના વીજ ટાવર પર ચઢી ગયો યુવક પછી પછી માગી આ વસ્તુ

PC: zeenews.com

પીયર ગયેલી પત્ની ઘર પરત ન ફરતા પરેશાન થયેલો યુવક 1,35,000KVની વીજ લાઈનના વીજ ટાવર પર ચઢી ગયો હતો. યુવકને ટાવર પર ચડેલો જોઈને આસપાસ સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. એવું પણ જાણવા મળ્યું હતું કે, યુવક હીરાવત ફંલાનો રહેવાસી છે. જે ગત શનિવારે વીજ ટાવર પર ચડી ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ ઝલ્લારા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી રમેશચંદ્ર બોરીવાલ પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા.

પોલીસે યુવકને ખૂબ સમજાવીને યુવકને નીચે ઊતારવા માટે પ્રયત્ન કર્યો હતો. પણ યુવક ટાવર પરથી નીચે ઊતર્યો ન હતો. ગ્રામજનોએ પોલીસને કહ્યું હતું કે, બે દિવસ પહેલા આ યુવક જેનું નામ ભીમા છે એની પત્ની સાથે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો. ત્યાર બાદ પત્ની પીયર જતી રહી હતી. ટાવર પર ચઢી ગયેલા ભીમાએ સ્પષ્ટતા કરી કે, જ્યાં સુધી પત્ની પરત ન આવે ત્યાં સુધી તે નીચે નહીં ઊતરે. પોલીસે યુવકને નીચે ઊતારવા માટે આશરે 15 કિમી દૂર ઢાલ ગામમાંથી એમની પત્નીને બોલાવી. પણ પત્ની ટાવર સુધી આવી છતાં પણ યુવક ટાવર ઉપરથી નીચે ઊતર્યો ન હતો. આ દરમિયાન તલાટીએ નારાયણલાલે અને ગામના લોકોએ યુવકને સમજાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો પણ તે ટાવર પરથી નીચ ઊતર્યો નહીં.

આશરે બે કલાક સુધી પ્રયત્ન કર્યા બાદ જ્યારે ભીમાને નીચે ઊતારવામાં કોઈ સફળતા ન મળી તો પહેલા પોલીસે ત્યાં ભેગી થયેલી ભીડને દૂર કરી. ત્યાર બાદ ભીમાએ દારૂની માગ કરી. કારણ કે, લાંબા સમયથી તેણે દારૂનું સેવન કર્યું ન હતું. ત્યાર બાદ પોલીસ દારૂની બોટલ ટાવર નીચે રાખીને દૂર ખસી ગઈ. થોડા સમય બાદ યુવક એ લેવા માટે નીચે ઊતર્યો. ત્યારે નજીકમાં છૂપાયેલી પોલીસે તેને દબોચી લીધો હતો. શાંતિભંગ કરવાના આરોપસર પોલીસે તેની ધરપકડ કરી હતી. આ ટાવરની ઉપરથી 1,35,000KVની વીજ લાઈનના વાયર પસાર થતા હતા. યુવક ટાવર પર ચડ્યો હોવાની જાણ થતા જ વિદ્યુત પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો. વાસ્તવમાં આ યુવાન દારૂના નશામાં ઉપર ચડ્યો હતો. જેથી એક મોટી દુર્ધટના થતા પહેલા જ ટળી ગઈ હતી. આ પહેલા ચૌપરા ગામમાંથી ભેંસ ચોરીને ભાગી ગયેલો ચોર આ રીતે વીજ ટાવર પર ચડી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp