વૃદ્ધાવસ્થામાં કપલે કરાવ્યું ફોટોશૂટ, તેમના આ 5 ફોટાએ લોકોના જીત્યા દિલ

PC: instagram.com

આજકાલ લગ્ન પહેલા પ્રિ-વેડિંગ ફોટોશૂટ ઘણું સામાન્ય થઈ ગયું છે અને લોકો અલગ અલગ થીમ પર શૂટિંગ કરાવે છે. તેના માટે દુનિયાભરના લોકેશન પર શૂટિંગ માટે જતા હોય છે. હવે એવો જમાનો છે કે માત્ર પ્રિ-વેડિંગ ફોટોશૂટ જ નહીં પરંતુ દરેક સારા પ્રસંગ માટે ફોટોશૂટ કરાવતા થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર ઘણા એવા ફોટોશૂટ છે જે તેના અલગ થીમ માટે વાયરલ થયેલા જોવા મળે છે.

હાલમાં જ એક વૃદ્ધ કપલે તેમના 58 મી મેરેજ એનિવર્સરી માટે કેરળમાં વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું. તેમનું આ શૂટ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. આ ફોટોશૂટના ઈન્સ્ટાગ્રામ યુઝર Photogtaphy Athreya એ શેર કર્યા છે.

તેણે કહ્યું હતું કે, જ્યારે મેં મારા દાદા-દાદીને તેમના લગ્નના ફોટોઝ અંગે પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે તેમની પાસે તેમના લગ્નના એક પણ ફોટા નથી. તેના પછી મેં નિર્ણય લીધો હતો કે બંનેનું હું વેડિંગ ફોટોશૂટ કરીશ અને તેનું પરિણામ તમારા સૌની સામે છે.

કેરળના ઈડ્ડુકી જિલ્લામાં રહેતા ચિન્નમા અને કોચુકુટ્ટીના લગ્નને 58 વર્ષ પૂરા થઈ ગયા છે. પરંતુ તેમની પાસે તેમના જીવનના એક પણ સારા દિવસોના ફોટા નથી. તેનો પૌત્ર તેમનું ફોટોશૂટ કરવા માગતો હતો. જેમાં તેના પરિવારજનો અને મિત્રોએ તેમના ફોટોશૂટમાં મદદ કરી હતી.

ફોટોશૂટ માટે બંનેને એકદમ તૈયાર કરવામાં આવ્યા હતા અને તેમના સારા પોઝમાં ફોટો ક્લિક કરવામાં આવ્યા હતા. દાદા કાળા રંગના સૂટમાં દેખાય છે, તો દાદી સફેદ રંગની મસ્ત સાડીમાં દુલ્હનથી ઓછા લાગતા ન હતા.

 
 
 
View this post on Instagram

Making എന്റെ ഗാന്ധി #gandhiji @photographey_athreya @_athreyaweddingstories_ . . . In frame Appacha . .tnks @shalumon.shaji.96 jomon, amal . #gandhijayanti#october2#gandhi#indian#kerala#smart_vibe_media#ramananmediaoffical#chayapeediyaentertainment#malluviral#mallureposts#dhulkar_salman_all_kerala_fans#clickstogallery#varietymedia_#mundakayamofficial#holmesmediaentertainments . . ___________________________________________ . . #photography_ishttam#teamshutterlust#freshtrolls#malayalamtrollmasters#trendz_f_kerla#worldofphotographers_#keralasnaps#kerala#freak__of_kerala#nte_keralam#fanboyandchumchum#__kerala__photography__#__kerala_snaps___#our_keralam#_photography_media___ @aashiqabu @sreenathbhasi @dileeshpothan @ajuvarghese

A post shared by photographer_athreya (@photographey_athreya) on

ફોટામાં બંને વચ્ચેનો રોમાન્સ અને કેમેસ્ટ્રી જોઈને સોશિયલ મીડિયાની જનતા આ કપલની ફેન થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp