‘પાર્ટી ચાલુ છે, ઓફિસ નહીં આવી શકું..’ સવારે 5 વાગ્યે બોસને કર્યો મસેજ, પછી..

PC: business-standard.com

મોટા ભાગે લોકો ફરિયાદ કરે છે કે તેમને ઓફિસમાંથી રજા નથી મળતી. ઘણા લોકો રજા માટે ગંભીર દુર્ઘટનાથી લઈને કોઈ બીમાર હોવા સુધીનું બહાનું બનાવી નાખે છે, પરંતુ શું તમે ક્યારેય કોઈને ઓફિસમાં એમ કહીને રજા લેતા જોયું છે કે હું પાર્ટી કરી રહ્યો છું અને ઓફિસ નહીં આવી શકું?’ હાલમાં જ એક મોટી કંપનીના CEO અંકિત અગ્રવાલે પોતે પોતાની કંપનીના એક કર્મચારી બાબતે એવું જ કંઈક બતાવ્યું છે.

અંકિતે લિંક્ડઇન પર એક વૉટ્સએપ મેસેજનો સ્ક્રીનશૉટ શેર કર્યો છે. તેમાં તેમના જ એક કર્મચારીએ મેસેજ કરીને રજા માગી હતી. અહી અજીબ એ હતું કે તેણે કોઈ બહાનું બનાવવાની જગ્યાએ સીધી રીતે બિન્દાસ અંદાજમાં પોતાની વાત રાખી હૈ. ગુરુવારે સવારે 4:54 વાગ્યે મોકલવામાં આવેલા મેસેજમાં તેણે લખ્યું હતું કે, ‘હાઇ અંકિત, ઘણા લાંબા સમય બાદ હું તમારી પાસે લેટ નાઈટ પાર્ટી માટે રજા માંગી રહ્યો છું. હું એક કોન્સર્ટમાં ગયો હતો અને પાર્ટી હજુ ચાલુ છે. સોરી હવે હું શુક્રવારે ઓફિસ નહીં આવી શકું. હું બાકી ટીમ સાથે આંજે વાત કરી લઇશ.’

તેના જવાબમાં અંકિતે જે લખ્યું તેની આશા કોઈ બોસ પાસે ઓછી જ રાખી શકાય છે. તેમણે લખ્યું હતું કે, ‘કુલ.. આશા છે કોન્સર્ટ મસ્ત હશે. ક્યારેક અમને પણ લઈ જજે. અને પછી કર્મચારીએ લખ્યું- જરૂર, ક્યારેય પણ.’ અંકિતે આ પોસ્ટના કેપ્શનમ લખ્યું હતું આજે સવારે મારા એક કર્મચારીનો આ મેસેજ મારા વૉટ્સએપ પર આવ્યો. કર્મચારી માટે એમ કહીને રજા માંગી રહ્યો હતો કે તે રાત્રે પાર્ટીમાં ગયો હતો અને પાર્ટી હજુ ચાલુ છે. તેનામાં આ ખુલ્લાપણું છે, જેથી તમે પોતાની ટીમ પર ભરોસો કરી શકો છો અને તેઓ પણ જાણે છે કે તેમને તમારો સપોર્ટ મળશે. જ્યારે કર્મચારી એક-બીજા સાથે સહજ અને ઈમાનદાર હશે. આ સફળતાનો પાયો તૈયાર કરે છે.’

અંકિતની પોસ્ટ વાયરલ થઈ તો લોકો તેના પર અનેક કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું ક, એવું વર્ક કલ્ચર હોય તો કામ કરવામાં આનંદ આવી જાય. એક અન્યએ લખ્યું એવો બોસ હોય તો લોકોએ ખોટા બહાના બનાવવાની જરૂરિયત નહીં પડે. એક યુઝરે લખ્યું કે, અમને ત્યાં સુધી રજા મળતી નથી, જ્યાં સુધી પરિવારથી કોઈ હૉસ્પિટલમાં દાખલ ન હોય કે પછી તેનું મોત ન થઈ જાય. આપણામાંથી ઘણાએ માત્ર રજા માટે ઘણા સંબંધીઓને ગુમાવી દીધા. એક અન્ય યુઝરે લખ્યું કે, વિકેન્ડ, લગ્ન, માનસિક થાક કે કંઇ પણ ન કરવા માટે પણ રજા મળવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp