બોયફ્રેન્ડની વાઇફ છૂટાછેડા ન આપતી હોવાથી યુવતીએ તેનું ઘર જ સળગાવી દીધું
બ્રિટનની એક 23 વર્ષની યુવતી પરણિત પુરુષના પ્રેમમાં હતી અને પ્રેમીની પૂર્વ પત્ની છુટાછેડાના દસ્તાવેજ પર સહી નહોતી કરતા એટલે યુવતીને એવું ગાંડપણ સવાર થયું કે તેણે મહિલાનું ઘર જ સળગાવી નાંખ્યું, પરંતુ CCTVના આધારે તેણીની ધરપકડ થઇ ગઇ છે અને કોર્ટે તેને સાડા ત્રણ વર્ષની સજા સંભળાવી છે.
ઇંગ્લેંડના નોર્થ શીલ્ડસમાં રહેતી 23 વર્ષની યુવતી કલો શોટને પોતાના બોય ફ્રેન્ડની પૂર્વ પત્ની લીન સ્ટિલડોલ્ફના ઘરમાં આગ લગાવી દીધી હતી. તે વખતે લીનનો પુત્ર ઘરમાં હાજર હતો.
બ્રિટનના અખબાર ધ સનમાં છપાયેલા એક અહેવાલ મુજબ 23 વર્ષની કલો શોટનની હરકત ત્યારે ખબર પડી જયારે પોલીસે લીનના ઘરની તપાસ કરતી વખતે CCTV ચેક કર્યા હતા. ઘટના 31 જુલાઇની છે. નોર્થ શીલ્ડસમાં રહેતી લીન સ્ટિલડોલ્ફ પોતાના 17 વર્ષના પુત્ર સાથે ઘરમાં હતી અને તે વખતે લીનના ઘરે તેની મિત્ર અને તેની પુત્રી પણ આવી હતી.
ન્યૂકૈસલ ક્રાઇન કોર્ટમાં એક સુનાવણી દરમ્યાન ફરિયાદી કેવિન વોર્ડલાએ હકિકત દર્શાવતા કહ્યું હતું કે, લીનને વહેલી સવારે 4.55 વાગ્યે ફાયર એલાર્મ સાંભળ્યું હતુ, જેવી લીન પોતાના રૂમમાંથી બહાર આવી હતી, તો તેણીએ જોયું કે ઘરના હોલમાં ધુમાડાના ગોટે ગોટા હતા. સાથે જ આખા ઘરમાં કશું સળગતું હોવાની ગંધ આવી રહી હતી.
લીને ફાયર બ્રિગ્રેડનો કોલ કર્યો હતો અને ફાયરે ઘણી મુશ્કેલી પછી આગ પર કાબુ મેળવી લીધો હતો. લીને ઘરના CCTV ચેક કર્યા તો, દેખાયું કે શોટન લાઇટરથી એક કાગળ સળગાવીને ઘરમાં ફેંકી રહી છે. લીને આ બાબતે પોલીસને જાણ કરી હતી. પોલીસે CCTVની ઉંડાણપૂર્વક તપાસ તો ક્લો શોટન ઘરને સળગાવી રહી છે તેવા અનેક પુરાવા મળ્યા હતા. પોલીસે તેની તાત્કાલિક ધરપકડ કરી હતી. કોર્ટે સુનાવણી દરમ્યાન શોટનને સાડા ત્રણ વર્ષની સજા ફટકારી છે.
લીને કોર્ટને કહ્યુ હતું કે કલો શોટન તેના પૂર્વ પતિની ગર્લ ફ્રેન્ડ છે અને વર્ષ 2019થી તે પરેશાન કરતી આવી છે. લીને કહ્યું હતું કે કારણ એટલું જ હતું કે હું મારા પૂર્વ પતિ સાથે છુટાછેડા લેવામાં થોડા સમય લઇ રહી હતી. જે બાબતથી ક્લો શોટન ચિડાતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp